ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જયપુરમાં કાલે મળશે 8મા પગાર પંચની બેઠક, પગાર અને પેંશન પર થઇ શકે મોટો નિર્ણય
5 ફોટો ગેલેરી
Last Updated: 10:02 PM, 30 August 2026
1/5
દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 8મા કેન્દ્રીય પગાર પંચનું કામ હવે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. પગાર, ભથ્થાં અને પેન્શનમાં સુધારાની પ્રક્રિયા હેઠળ આયોગે વિવિધ કર્મચારી સંઘો અને સંગઠનો સાથે પરામર્શનો તબક્કો તેજ કર્યો છે.
2/5
આ જ કડીમાં 8મું પગાર પંચ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના જયપુરમાં હિતધારકો તેમજ કર્મચારી યુનિયનો સાથે સત્તાવાર બેઠકો યોજી રહ્યું છે. આ સમીક્ષા બેઠકોમાં કર્મચારીઓની પડતર માંગણીઓ અને કામ કરવાની પરિસ્થિતિઓનો સીધો તાગ મેળવવામાં આવી રહ્યો છે. 8મા પગાર પંચની ભલામણો અમલમાં આવતાં દેશના 50 લાખથી વધુ સક્રિય કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ નિવૃત્ત પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે.
ADVERTISEMENT
3/5
આંકડા અને સૂચનો એકત્રિત કરવા માટે પંચ દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યું છે. ચેન્નઈ (તમિલનાડુ): 7 થી 8 સપ્ટેમ્બર, પુડુચેરી: 9 સપ્ટેમ્બર, ચંદીગઢ: 16 થી 18 સપ્ટેમ્બર, બેંગલુરુ (કર્નાટક): 7 થી 8 ઓક્ટોબર, મુંબઈ (સેન્ટ્રલ રેલવે): રેલવે કર્મચારીઓની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ લેવા મુંબઈની પણ ખાસ મુલાકાત લેવાશે.
4/5
જોકે આયોગે સત્તાવાર યાદી જાહેર કરી નથી, પરંતુ કર્મચારી યુનિયનોના આવેદનપત્રો મુજબ બેઠકોમાં મુખ્યત્વે નવા ફિટમેન્ટ ફેક્ટર, બેઝિક પે (મૂળ પગાર) માં વધારો, મોંઘવારી દર મુજબ પગાર માળખાનું પુનર્ગઠન, એચઆરએ (HRA) તથા ટ્રાવેલ એલાઉન્સ (TA) માં સુધારો અને પેન્શન યોજનાઓને વધુ મજબૂત કરવા જેવા વિષયો પર ગહન ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT
5/5
ગઠન તારીખ 3 નવેમ્બર 2025 થી 18 મહિનાની અંદર આયોગે પોતાનો અહેવાલ સુપ્રત કરવાનો રહે છે. આથી 8મું પગાર પંચ ફેબ્રુઆરી થી મે 2027 વચ્ચે સરકારને સત્તાવાર રિપોર્ટ સોંપી શકે છે. અગાઉના ટ્રેન્ડ મુજબ ભલામણો આવ્યા બાદ તેને સંપૂર્ણ રીતે લાગુ થવામાં 2 થી 3 વર્ષનો સમય લાગે છે, જેથી કર્મચારીઓને તેનો પૂરો લાભ 2029 થી 2030 સુધીમાં મળવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!