બ્રેકિંગ ન્યુઝ
VTV / Health / આરોગ્ય / શિયાળામાં મળતા શક્કરીયા કે બટાકા... તમારી ગટ્ટ હેલ્થ માટે શું છે બેસ્ટ ઓપ્શન?
Last Updated: 11:06 AM, 12 January 2026
ભારતીય રસોડામાં બટાકા અને શક્કરીયા બંનેને જરુરી માનવમાં આવે છે. એક તરફ બટાકા છે, જેને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. તો બીજી તરફ શિયાળામાં મળતા શક્કરીયા જે પોતાના મીઠા સ્વાદ અને ન્યુટ્રિઅન્સના કારણે ઓળખાય છે. બંને જમીનની અંદર ઉગનારા શાકભાજી(કંદમૂળ) છે અને અંગ્રેજીમાં તેના નામ સ્વીટ પોટેટો અને પોટેટો એમ મળતા નામ જ છે. પરંતુ જ્યારે વાત ગટ્ટ હેલ્થ આવે છે તો સવાલ ઉઠે છે કે તેમાં ક્યુ બંને ફાયદાકારક છે. તેવામાં આવો જાણીએ શક્કરીયા કે બટાકા ગટ્ટ હેલ્થ માટે બેસ્ટ ઓપ્શન શું છે?
ADVERTISEMENT
બટાકા અને ગટ્ટ હેલ્થનું ક્નેક્શન
ગટ્ટ હેલ્થ ફક્ત પાચન સુધી સિમિત નથી. સારા આંતરડા માટે સ્વાસ્થ્ય પર સીધુ કનેક્શન ઇમ્યુનિટી, બ્લડ શુગર કંટ્રોલ, વજન અને મુડ સાથે જોડાયેલ છે. તેવામાં તમે ડાયટમાં શું ખાવો છો તે ખૂબ જ જરુરી માનવામાં આવે છે. બટાકા ફક્ત કાર્બોહાઇડ્રેટથી ભરપુર માનવામાં આવે છે, પરંતુ તેમાં અમુક એવા તત્વ હોય છે જે આંતરડા માટે ફાયદાકારક માનવામાં આવે છે. બટાકામાં રહેનારા રેસિસ્ટેંટ સ્ટાર્ચ નાની આંતરડામાં પચતુ નથી, પરંતુ સીધા મોટા આંતરડા સુધી પહોંચે છે. અહીં આ ગુડ બેક્ટેરિયા માટે ફૂડની જેમ કામ કરે છે અને ગટ્ટ માઇક્રોબાયોમને મજબૂત કરે છે. આ ઉપરાંત બટાકામાં ફાઇબર, વિટામીન C અને B6 પણ હોય છે, જે પાચનના પ્રોસેસને સપોર્ટ કરે છે. જો કે કોઇને ગેસ, એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા રહે છે તો વધારે માત્રામાં બટાકા ખાવા ખતરનાક હોઇ શકે છે.
ADVERTISEMENT

શક્કરીયાને માનવામાં આવે છે ગટ્ટ ફ્રેન્ડલી
ADVERTISEMENT
શક્કરીયાને ગટ્ટ હેલ્થ માટે બટાકાથી વધારે બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે અને તેના કારણે તેમાં હાજર ફાઇબર અને પ્રીબાયોટિક ગુણ હોય છે. શક્કરીયાના છોતરામાં ભરપુર ફાઇબર હોય છે. જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારવામાં મદદ મળે છે. આ બેક્ટેરિયા પાચનને વધુ સારુ બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે. આ ઉપરાંત શક્કરીયામાં રેસિસ્ટેંટ સ્ટાર્ચ હોય છે, જે બ્લડ શુગરને ધીરે ધીરે વધવા દે છે અને પેટના લાંબા સમય સુધી ભરેલુ રાખવામાં મદદ કરે છે.
કોનો ફાઇબર વધારે અસરદાર?
ADVERTISEMENT
શક્કરીયામાં બાટાકાની સરખામણીમાં લગભગ બે ગણુ ફાયબર હોય છે. આ ફાઇબર પાચનને સ્વસ્થ્ય રાખે, સોજા ઓછા કરે છે અને આંતરડાની એક્ટિવિટીને નિયમિત વધવામાં મદદ કરે છે. ત્યાં બટાકામાં ફાઇબરની માત્રા ઓછી હોય છે, પરંતુ તેમનો રેસિસ્ટેંટ સ્ટાર્ચ ગટ્ટ બેક્ટેરિયા માટે ફાયદાકારક હોય છે. બટાકા કે શક્કરીયા બંનેને જ ડીપ ફ્રાય કરવાથી કે વધારે મીઠું અને મસાલાની સાથે રાખવાથી તેના ગુણ ઘટી જાય છે. તેવામાં શેકીને, બાફીને કે શાકના રુપમાં ગટ્ટ હેલ્થ માટે યોગ્ય માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.