ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 4થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ, પાકિસ્તાનની એર સ્ટ્રાઈક! જુઓ કયા દેશમાં?

વિશ્વ / 4થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ, પાકિસ્તાનની એર સ્ટ્રાઈક! જુઓ કયા દેશમાં?

Published By: Bijal Vyas

Last Updated: 09:45 AM, 1 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી રહ્યો હોય તેવું જણાય છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર વધુ એક હુમલો કર્યો છે અને અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ સંઘર્ષ એવા સમયે થયો છે જ્યારે બંને દેશો વચ્ચે સરહદને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે.

ADVERTISEMENT

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલાને કારણે તણાવ ફરી એકવાર વધી ગયો છે. અફઘાન અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ હેલમંડ પ્રાંતના ગર્મસર જિલ્લામાં બે ઘરોને નિશાન બનાવ્યા હતા, જેમાં પાંચ લોકોનાં મોત થયાં અને અન્ય છ લોકો ઘાયલ થયા. મૃતક અને ઘાયલ એમ બંનેમાં મોટાભાગના લોકો મહિલાઓ અને બાળકો હોવાનું જાણવા મળ્યું છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, હેલમંડ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌલવી શેર મોહમ્મદ વહદતે જણાવ્યું હતું કે હવાઈ હુમલામાં ગર્મસર જિલ્લાના બે મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પ્રાથમિક અહેવાલો મુજબ ચાર લોકોનાં મોત થયાં છે અને છ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાન-અફગાનિસ્તાનમાં મોટો તણાવ

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાનની ધરતી પરથી તેની વિરુદ્ધ ડ્રોન અને આતંકવાદી હુમલા કરવામાં આવી રહ્યા છે. તાલિબાન સરકારે આ આરોપોનો સતત ઇનકાર કર્યો છે.

તાજેતરના દિવસોમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના કંદહાર, પક્તિયા અને ખોસ્ત સહિતના અનેક વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાને આને ડ્રોન હુમલા અને આતંકવાદીઓના અડ્ડાઓ વિરુદ્ધની કાર્યવાહી ગણાવી છે, જ્યારે અફઘાન તાલિબાનનો દાવો છે કે આ હુમલાઓમાં નાગરિકો માર્યા ગયા છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ-નેતન્યાહૂએ ભારતીય પાઇલટ સ્મિત માછરને ગણાવ્યા ‘સાચા હીરો’, જીવ બચાવનારી બહાદુરીને સલામ

પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં શું છે વિવાદ?

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવનું મૂળ કારણ સરહદ પારનો આતંકવાદ છે. પાકિસ્તાનનો આરોપ છે કે 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) સાથે સંકળાયેલા આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન આ આરોપોને નકારે છે. આ દરમિયાન, તાલીબાને તાજેતરમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન તરફથી તાલીબાન-વિરોધી ઉગ્રવાદીઓની સરહદ-પાર અવરજવરમાં મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. હવે, હવાઈ હુમલા અને વળતી કાર્યવાહીના સતત દાવાઓને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વકર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

south asia four killed six injured pakistan airstrike afghanistan

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ