બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / નવરાત્રિમાં આ રેસિપી કરી લો ટ્રાય,ઉપવાસમાં નહી લાગે વધારે ભૂખ

રેસિપી / નવરાત્રિમાં આ રેસિપી કરી લો ટ્રાય,ઉપવાસમાં નહી લાગે વધારે ભૂખ

Jinal Chauhan

Last Updated: 06:28 PM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરતા લોકો માટે અમે લઈને આવ્યા છીએ સાબુદાણા અને બટાકામાંથી બનતી સ્પેશિયલ રેસિપી જે તમને વધારે ભૂખ નહીં લાગવા દે અને તમારું પેટ ભરેલુ રાખશે.આટલુ જ નહીં આ રેસિપીથી તમે આખો દિવસ એનર્જીથી પણ ભરપૂર રહેશો.

હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર એટલે નવરાત્રિ.જી હા,મોટાભાગના લોકો નવરાત્રિમાં નવ દિવસનો ઉપવાસ કરીને ફરાળ કરે છે.જો તમે પણ આ નવ દિવસમાં ઉપવાસ કરવાનું વિચારો છો તો આ રેસિપી ટ્રાય કરવાનું ચૂકશો નહીં.એકદમ ટેસ્ટી આ રેસિપી ટ્રાય કર્યા પછી તમને આખો દિવસ ભૂખ નહીં લાગે.તો જાણી લો કેવી રીતે બનાવશો નવરાત્રિની ફરાળ રેસિપી..


સાબુદાણાની ખિચડી

સામગ્રીઃ 250 ગ્રામ સાબુદાણા, 1/2 વાટકી મગફળીના પિસેલા દાણા, 1 બટાકા, 1/2 ચમચી જીરું, 4-5 મીઠો લીમડો, 1/2 ચમચી બ્લેક પેપર પાવડર, લીલા મરચા 2-3 ઝીણા કટ કરેલા, એક નાની ચમચી ખાંડ, ફરાળી મીઠુ, લીંબુ, ઝીણા કટ કરેલા લીલા ધાણા

Sabudana Kichadi

બનાવવાની રીત:

સૌપ્રથમ તો ખિચડી બનાવવવાના 3-4 કલાક પહેલા સાબુદાણાને પલાળીને રાખી દો. બટાકાને કટ કરીને ટુકડા કરી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરીને તેમા જીરું,મીઠો લીમડો અને લીલા મરચાનો વઘાર કરી એમા બટાકા નાંખી દો અને ચઢવા દો.થોડાક ચઢી ગયા પછી તેમાં સાબુદાણા અને મગફળી નાંખી દો અને ચઢવા દો.થોડીક વાર પછી મીઠુ,બ્લેક પેપર પાવડર અને ખાંડ નાંખીને મિક્સ કરી લો.બસ તો તૈયાર છે સાબુદાણાની ખિચડી હવે તમે આમા લીલા ધાણા નાંખી સર્વ કરી દો.


સાબુદાણાની ખીર

સામગ્રી: 1 લિટર ક્રીમ વાળુ દૂધ, 1/2 કપ સાબુદાણા, 150 ગ્રામ ખાંડ, 1/4 વાટકી કાજુ-પિસ્તા અને બદામ, 3-4 કેસરના ટુકડા, 1 ચમચી પિસેલી ઈલાયચી, 2 નાની ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક

Sabudana Kheer

બનાવવાની રીત

ખીર બનાવવાના એક-બે કલાક પહેલા સાબુદાણાને ધોઈને પલાળી દો. હવે એક વાસણમાં દૂધને ગરમ કરીને ઉકાળી લો. પછી એક વાટકીમાં થોડુક દૂધ લઈને કેસરને ઓગાળી લો.હવે ઉકળતા દૂધમાં પલાળેલા સાબુદાણા નાંખી દો અને સતત હલાવતા રહી એને ચઢવા દો.

હવે એક વાટકીમાં કન્ડેન્સ મિલ્ક દૂધમાં મિક્સ કરી લો.હવે સાબુદાણા કાચ જેવા ચમકવા લાગે ત્યાં સુધી તેને ચઢવા દો. પછી એમાં ખાંડ મિક્સ કરીને ફરી ઉકળવા દો.હવે તેમાં સુકા મેવા,કેસર અને ઈલાયચી પાવડર નાંખીને મિક્સ કરી લો.બસ હવે તૈયાર છે તમારી સાબુદાણાની ખીર.

vtv_app_add.width-800


સાબુદાણાના વડા

સામગ્રીઃ 1/2 કપ સાબુદાણા,1 કપ બાફેલા બટેટા,1/3 કપ શેકીને ભૂક્કો કરેલી મગફળી,1/2 ચમચી જીરું, એક ચમચી ટીસ્પૂન ખમણેલું આદુ, 1/2 ચમચી લીલા મરચાં, 2 ચમચી સમારેલી કોથમીર, 1/2 ચમચી લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે ફરાળી મીઠુ.

Sabudana Vada

બનાવવાની રીત

સાબુદાણાને ધોઈને 4-5 કલાક પલાળી રાખો પછી તેમાં બાફેલા બટાકા,શેકેલી મગફળી, જીરું સહિતની તમામ વસ્તુઓ મિક્સ કરી લો.આ મિશ્રણના એક સરખા શેપમાં વડા બનાવી તેને ગરમ તેલમાં ફ્રાઈ કરી લો. બસ તો હવે તમારા સાબુદાણાના ફરાળી વડા તેને તમે લીલી ચટણી કે મીઠા દહી સાથે સર્વ કરી શકો છો.

આ પણ વાંચોઃજન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને ભોગ ધરાવવા ઘરે બનાવો મથુરા જેવા ટેસ્ટી પેંડા, નોટ કરી લો રેસીપી

ફરાળી આલુ ટિક્કી

સામગ્રી: 1 કપ શિંગોડાનો લોટ, 2 બાફેલા બટાકા, ક્રશ કરેલા સિંગદાણા, બ્લેક પેપર પાવડર, કાળા મરીનો પાવડર, એક કપ ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી ઝીણા સમારેલા લીલા મરચા,1 ચમચી શેકેલું જીરું, 1 ચમચી ધાણા પાવડર અને ઘી.

બનાવવાની રીત

સૌપ્રથમ તો બાફેલા બટેકાને મેશ કરી તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, કોથમીર, આદુ મરચાની પેસ્ટ અને શિંગોડાનો લોટ અને ક્રશ કરેલા સિંગદાણા નાંખીને સરખી રીતે મિક્સ કરી લો.બધુ બરાબર મિક્સ થઈ જાય પછી એમાં ફરાળી મીઠું અને કાળા મળીનો પાવડર ઉમેરી દો.હવે તેની ટિક્કી બનાવીને ગરમ તેલમાં ફ્રાઈ કરી લો. તો તૈયાર છે આલુ ટિક્કી હવે તમે દહીં સાથે સર્વ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Food Recipes SatvikFood NavratriFastingFood
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ