ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:55 PM, 31 August 2026
ADVERTISEMENT
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. નિર્ધારિત 50 મિનિટ સુધી ચાલેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશો વચ્ચેના વ્યાપારિક, રક્ષા અને વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. રશિયન રાષ્ટ્રપતિના આગામી ભારત પ્રવાસ પહેલાં યોજાયેલી આ મુલાકાત વૈશ્વિક રાજનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન વિવાદ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ વૈશ્વિક પ્રયાસોનું સમર્થન કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા સાથેના સંબંધો અંગેના દબાણ વચ્ચે પણ ભારતે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અને રશિયા સાથેની 'વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી' ને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
Had extensive discussions with President Putin. Discussed the full range of the India-Russia Special and Privileged Strategic Partnership. It is gladdening to see significant progress across various sectors in recent years.
— Narendra Modi (@narendramodi) August 31, 2026
Focus areas for the India-Russia friendship remain… pic.twitter.com/tclMVJ72KS
ADVERTISEMENT
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બેઠક અંગે માહિતી આપતાં લખ્યું કે, રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય સંબંધોના તમામ મહત્વપૂર્ણ પાસાઓ પર સકારાત્મક ચર્ચા થઈ છે. બંને દેશો વચ્ચે ઉર્જા (કાચું તેલ અને ગેસ), ટેકનોલોજી અને ઈનોવેશન, અવકાશ ક્ષેત્ર, ખાતરનો પુરવઠો અને બંને દેશોના નાગરિકો વચ્ચેના સંપર્કને વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મુકાયો છે.
ADVERTISEMENT
Always a delight to meet President Putin. Sharing my remarks during our meeting in Bishkek.
— Narendra Modi (@narendramodi) August 31, 2026
https://t.co/cEHwfBsGub
ADVERTISEMENT
ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી મજબૂત સંબંધો રહ્યા છે. બેઠકમાં સૈન્ય સાધનસામગ્રીના વિતરણ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત ઉત્પાદન પર વિગતવાર વાતચીત થઈ હતી. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન S-400 એર ડિફેન્સ સિસ્ટમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ તેની વધારાની યુનિટ્સ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. આ ઉપરાંત રશિયા તરફથી ભારતને 5મી પેઢીના સુખોઈ Su-57 ફાઈટર જેટની ઓફર અંગે પણ વાતચીત આગળ વધી શકે છે.
આ પણ વાંચોઃ શું ટેક્નોલોજીથી મગજને હેક કરીને જૂની યાદો ભૂંસી શકાય! Brain-Computer Interface અને AI ક્યાં સુધી પહોંચી ?
ADVERTISEMENT
વેપાર ક્ષેત્રે રશિયામાંથી કાચા તેલ અને ખાતરની આયાત વધી છે, પરંતુ બંને દેશો વચ્ચેના વેપારી અસંતુલનને ઘટાડવા અને ભારતીય ઉત્પાદનોની રશિયામાં નિકાસ વધારવા માટે નવી પેમેન્ટ સિસ્ટમ અને રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ