ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે કરશે મુલાકાત, જાણો કયા મુદ્દા પર થશે વાતચીત?

વિશ્વ / વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે કરશે મુલાકાત, જાણો કયા મુદ્દા પર થશે વાતચીત?

Published By: Pravin Joshi

Last Updated: 10:13 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે 50 મિનિટની મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાશે.

ADVERTISEMENT

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાઈ રહેલી 26મી SCO શિખર પરિષદ દરમિયાન સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. આશરે 50 મિનિટ સુધી ચાલનારી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારત-રશિયાના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

Putin-India-visit-Delhi

વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે ચાલી રહેલી અનિશ્ચિતતાઓ વચ્ચે આ મુલાકાત ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની માનવામાં આવે છે. રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલ અને ખાતરનો સૌથી મોટો પુરવઠો પૂરો પાડતો દેશ છે. આ બેઠકમાં તેલ અને ગેસનો સીમલેસ સપ્લાય, પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહયોગ અને ખાતરની સમયસર ઉપલબ્ધતા જેવા મહત્વના વિષયો પર બંને નેતાઓ સમીક્ષા કરશે.

Putin-India-Visit-PM-Modi-6

આ ઉપરાંત, લાંબા સમયથી ચાલી આવતી સંરક્ષણ ભાગીદારી પણ એજન્ડામાં અગ્રસ્થાને રહેશે. સૈન્ય સાધનોનો પૂરવઠો, સ્પેરપાર્ટ્સની ત્વરિત ડિલિવરી, ટેકનિકલ સહયોગ અને સંરક્ષણ ક્ષેત્રે સંયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અંગે વિચારણા થઈ શકે છે.

વધુ વાંચો : ગુજરાતમાં ભાજપ નેતાએ જ રક્ષાબંધનના દિવસે સાડીથી ગળેફાંસો ખાધો, દીકરીઓનો તહેવાર માતમમાં ફેરવાયો

બેઠકનો અન્ય એક મુખ્ય વિષય બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર છે. તાજેતરના સમયમાં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર નોંધપાત્ર રીતે વધ્યો છે, પરંતુ તેમાં રહેલી વેપારી અસંતુલનતા (ટ્રેડ ઈમ્બેલેન્સ) ભારત માટે ચિંતાનો વિષય છે. આ બેઠકમાં ભારતીય ઉત્પાદનોની રશિયન બજારમાં નિકાસ વધારવા, રોકાણ પ્રોત્સાહિત કરવા અને પેમેન્ટ સિસ્ટમને વધુ સરળ બનાવવા પર ભાર મુકાશે. આવતા મહિને નવી દિલ્હીમાં પ્રસ્તાવિત બ્રિક્સ (BRICS) શિખર પરિષદ પૂર્વે આ બેઠક દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ModiPutinMeeting SCOSummit IndiaRussiaRelation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ