ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:41 PM, 30 August 2026
ADVERTISEMENT
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ રવિવારે નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપને સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલી દીધું છે. આ ટેલિસ્કોપ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ કોમ્પ્લેક્સ 39Aથી સ્પેસએક્સના ફાલ્કન હેવી રોકેટ મારફતે રવાના થયું હતું. ભારતીય સમય મુજબ ત લોન્ચિંગ સાંજે આશરે 4:57 વાગ્યે થયુ હતું.
ADVERTISEMENT
આ ટેલિસ્કોપ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ-2 (L2) પાસે સ્થાપિત થશે. ત્યાં પહોંચવામાં તેને આશરે એક મહિનો લાગવાની શક્યતા છે. જેમાં સામાન્ય સેટેલાઇટની જેમ તે પૃથ્વીની પરિક્રમા નહીં કરે પરંતુ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L2 વિસ્તારની આસપાસ નક્કી કરેલ ઓર્બિટમાં રહેશે. આ સ્થાનથી તેને સ્પેસનો વિશાળ અને વધુ સ્પષ્ટ નજારો મળી શકશે.
The Nancy Grace Roman Space Telescope has officially launched and is heading to its forever home at L2!
— Nancy Grace Roman Space Telescope (@NASARoman) August 30, 2026
Over the next three months, the observatory will perform final checks and power its instruments before revealing its first images by early 2027.https://t.co/IdabpolHmh pic.twitter.com/tuDHAEzgKh
ADVERTISEMENT
L2 પહોંચ્યા બાદ તરત જ વૈજ્ઞાનિક સ્ટડી શરૂ નહીં થાય. જેમાં નાસા આશરે ત્રણ મહિનાની કમિશનિંગ પ્રક્રિયા પૂર્ણ કરશે જેમાં એન્જીનીયર ટેલિસ્કોપના સિસ્ટમ અને વૈજ્ઞાનિક સાધનોને એક્ટીવ કરી ચેક કરશે. બધું યોગ્ય રીતે કામ કરતું હોવાનું કન્ફર્મ થયા બાદ જ તે વૈજ્ઞાનિક અભિયાનો માટે તૈયાર થશે.
રોમન સ્પેસ ટેલિસ્કોપની ખાસિયત એ છે કે તે કોઈ એક ખગોળીય પદાર્થ પર ફોકસ કરવાને બદલે આકાશના વિશાળ વિસ્તારનું સર્વે કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેનું 2.4 મીટરનું પ્રાઇમરી મિરર હબલ સ્પેસ ટેલિસ્કોપના મિરર જેટલું જ મોટું છે પરંતુ તેનું વાઇડ ફીલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એકસાથે હબલ કરતાં ઓછામાં ઓછા 100 ગણા મોટા વિસ્તારનું ઓબ્ઝર્વ કરી શકે છે. આથી વૈજ્ઞાનિકો ઓછા સમયમાં બ્રહ્માંડના વિશાળ ભાગમાંથી ડેટા ભેગા કરી શકશે.
ADVERTISEMENT
આ ટેલિસ્કોપના મુખ્ય ઉદ્દેશોમાં ડાર્ક એનર્જી અને ડાર્ક મેટર જેવી બ્રહ્માંડની મોટી પહેલીઓનો અભ્યાસ, આકાશગંગાઓના વિકાસને સમજવું અને આપણા સૌરમંડળની બહારના ગ્રહોની શોધનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
જેમાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિશિષ્ટ ખગોળીય પદાર્થોને અત્યંત નજીકથી જોવા માટે જાણીતું છે. જ્યારે રોમન ટેલિસ્કોપ એકસાથે સ્પેસના મોટા ભાગનું સર્વે કરીને બ્રહ્માંડની વ્યાપક તસવીર તૈયાર કરશે. કમિશનિંગ પૂરી થયા બાદ તે વૈજ્ઞાનિક સર્વે શરૂ કરશે અને બ્રહ્માંડનો વિશાળ નકશો તૈયાર કરવામાં મદદ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT