ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / નેપાળ પૂર હોનારતમાં મૃત્યુઆંક 752 પર પહોંચ્યો, હજુ પણ 2,502 લોકો ગુમ, 8,730 લોકોને બચાવાયા
Last Updated: 03:25 PM, 30 August 2026
ADVERTISEMENT
નેપાળ પૂર હોનારતમાં મોતનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 752 લોકોના મોત થયા છે અને મોતનો આંકડો વધવાની પૂરી સંભાવના છે કારણ કે હજુ પણ 2502 લોકો ગુમ થયેલા છે જેમની ભાળ મેળવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. પૂરથી 239 ઘાયલ સારવાર હેઠળ હોસ્પિટલોમાં દાખલ છે અને 8,730 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.
ADVERTISEMENT
નેપાળ પૂરમાં ઘણા ગુજરાતીઓ પણ ગુમ
નેપાળમાં આવેલા પૂરમાં ઘણા ગુજરાતીઓ પણ ગુમ થયાં છે હજુ સુધી તેમની જાણકારી મળી નથી. સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યા 24 થઈ છે. માત્ર એક જ પરિવારનો સંપર્ક થઈ શક્યો છે. અમરેલીના પ્રવાસીનો તેના પરિવાર સાથે સંપર્ક થયો છે. પરિવારે વહીવટી તંત્રને સંપર્ક થયો હોવાની માહિતી આપી હતી.
ADVERTISEMENT
આણંદનું કપલ પણ ગુમ
નેપાળમાં આવેલા પ્રલયમાં આણંદનું દંપતી લાપતા બન્યું છે. વિમલ પટેલ અને તેમના પત્ની જૈમીના પટેલ 16 ઓગસ્ટે નમસ્તે નેપાળ ટુર એન્ડ ટ્રાવેલ્સથી નેપાળ ફરવા ગયા હતા ત્યાર બાદ નેપાળ પ્રવાસેથી તેઓ કૈલાશ માનસરોવાર યાત્રાએ નીકળ્યું હતું અને ચીનના વીઝા લેવા ગયા હતા. ગત રવિવારે પરિવારે દંપતી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રવિવાર પછીથી વિમલ પટેલ અને જૈમીના પટેલનો કોઈ સંપર્ક નથી.
ADVERTISEMENT
કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત
ADVERTISEMENT
નેપાળમાં મહાવિનાશક પૂર આવ્યું છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક લોકો યાત્રાએ ગયા હતા જોકે તેમાં સલામત હોવાનું જણાવાઈ રહ્યું છે. કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT