ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્યારે આવશે PM કિસાન યોજનાનો 24મો હપ્તો? ખેડૂતો ખાસ નજર મારી લે

તમારા કામનું / ક્યારે આવશે PM કિસાન યોજનાનો 24મો હપ્તો? ખેડૂતો ખાસ નજર મારી લે

Published By: Pravin Joshi

Last Updated: 10:36 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને 24મા હપ્તાની રાહ છે. યોજનાના નિયમ અનુસાર દર 4 મહિને ₹2,000નો હપ્તો જમા થાય છે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે ચલાવવામાં આવતી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' (PM Kisan Samman Nidhi Yojana) નો લાભ લેતા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય ₹2,000ના ત્રણ સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે.

PM Kisan 24th Installment (4)

અત્યાર સુધી કેટલા હપ્તા જમા થયા?

પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 23 હપ્તા જારી કરવામાં આવ્યા છે. 23મો હપ્તો જૂન 2026માં દેશના 9 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

PM Kisan 24th Installment (8)

24મો હપ્તો ક્યારે જારી થઈ શકે છે?

સામાન્ય રીતે પીએમ કિસાન યોજનાનો દરેક હપ્તો દર 4-4 મહિનાના અંતરાલ પર જારી કરવામાં આવે છે. જૂન મહિનામાં 23મો હપ્તો જારી કરાયા બાદ ગણતરી કરીએ તો 4 મહિનાની અવધિ ઓક્ટોબર 2026માં પૂરી થાય છે. આથી, એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે સરકાર ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં 24મા હપ્તાના ₹2,000 જમા કરી શકે છે.

આ પણ વાંચો : મહિલા સહકારી મંડળીઓને પાંચ વર્ષમાં NCDCની માત્ર રૂ. 1.01 કરોડની સહાય, અન્ય રાજ્યોની સરખામણીએ રાજ્ય ઘણું પાછળ

જોકે, હજુ સુધી સરકાર દ્વારા 24મા હપ્તાની ચોક્કસ તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાનું e-KYC અને બેંક અકાઉન્ટ આધાર લિંકિંગ સમયસર પૂર્ણ કરી લે જેથી હપ્તો અટકે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PMKisan PMKisanYojana PMKisan24thInstallment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ