ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી ફેસબુક-Insta પર રહેશે ટાઈમ લિમિટ! જોઇ લો Metaનો ન્યૂ પ્લાન

ટેક્નોલોજી / હવેથી ફેસબુક-Insta પર રહેશે ટાઈમ લિમિટ! જોઇ લો Metaનો ન્યૂ પ્લાન

Published By: Pravin Joshi

Last Updated: 07:00 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Meta દ્વારા 18 વર્ષથી નાની વયના બાળકો અને ટીનએજર્સ માટે નવા કડક સુરક્ષા નિયમો અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયાની દુનિયામાં હવે બાળકો અને ટીનએજર્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પહેલા જેવો રહેશે નહીં. મેટા (Meta) કંપની પર બાળકોને સોશિયલ મીડિયાનું વસન કે લત લગાડતા ફીચર્સ આપવાનો આક્ષેપ થયો હતો, જેને લઈને અમેરિકામાં ચાલી રહેલા કેસમાં કંપનીએ અંદાજે 17.1 અબજ ડૉલર સુધીની ચૂકવણી કરવાના કરાર પર સંમતિ દર્શાવી છે. આ સાથે જ મેટા પોતાના પ્લેટફોર્મ પર સગીર યુઝર્સ (Under-18 Users) માટે સુરક્ષાના કડક નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે.

FACEBOOK-MAIN

મેટાનો સગીર યુઝર્સ માટેનો નવો સુરક્ષા પ્લાન

રોજના માત્ર 2 કલાકની ડિફોલ્ટ લિમિટ: મેટાના નવા પ્લાન હેઠળ 18 વર્ષથી ઓછી વયના યુઝર્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને મળીને રોજના માત્ર 2 કલાક વાપરવાની ડિફોલ્ટ સમયમર્યાદા નક્કી કરવામાં આવશે. જો આ સમયમર્યાદા વધારવી હશે તો માતા-પિતા (Parents) ની પરવાનગી અનિવાર્ય રહેશે.

રાત્રે 12 થી 6 વાગ્યા સુધી એક્સેસ રહેશે બંધ: ટીનએજર્સમાં મોડી રાત્રે સોશિયલ મીડિયા ચલાવવાની ટેવ રોકવા માટે મધ્યરાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંને એપ્સનો ઉપયોગ સંપૂર્ણપણે બ્લોક રહેશે.

સ્કૂલ ટાઇમમાં નોટિફિકેશન મ્યુટ: શાળાના સમય દરમિયાન બાળકોનું ધ્યાન ન ભટકે તે માટે સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ડિફોલ્ટ રૂપે તમામ નોટિફિકેશન્સ મ્યુટ રહેશે. જોકે, ઇમરજન્સી મેસેજ અને સુરક્ષા સંબંધિત એલર્ટ્સ મળતા રહેશે.

instagram

એજ વેરિફિકેશન અને પેરન્ટલ કંટ્રોલ બનશે વધુ મજબૂત

મેટા હવે યુઝર્સની સાચી ઉંમર ચકાસવા માટે વધુ સખત ટેકનોલોજીનો ઉપયોગ કરશે. માતા-પિતા પોતાના બાળકોના સોશિયલ મીડિયા એક્ટિવિટી પર વધુ સારી રીતે નજર રાખી શકે તે માટે પેરન્ટલ કંટ્રોલને સરળ અને શક્તિશાળી બનાવવામાં આવશે. આ ઉપરાંત, સગીરોની પોસ્ટ્સ પર લાઈક્સ અને રિએક્શન કાઉન્ટ હટાવવા તેમજ હાનિકારક કન્ટેન્ટ અને બ્યુટી ફિલ્ટર્સ પર મર્યાદા મૂકવાના પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો : મહિલા સહકારી મંડળીઓને પાંચ વર્ષમાં NCDCની માત્ર રૂ. 1.01 કરોડની સહાય, અન્ય રાજ્યોની સરખામણીએ રાજ્ય ઘણું પાછળ

જોકે, મેટા કંપનીએ કાનૂની કરાર દરમિયાન પોતાની કોઈ ભૂલ કે જવાબદારી સ્વીકારી નથી, પરંતુ કિશોરો માટે સુરક્ષિત ઓનલાઇન વાતાવરણ પૂરું પાડવા માટે આ નવા ફેરફારો ટૂંક સમયમાં અમલી બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meta FacebookForTeens InstagramSafety

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ