બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / people do not wear clothes in this village tourists also roam without clothes reason

અજબ-ગજબ / OMG! સ્ત્રી-પુરુષ સૌ કોઈ નગ્ન, આ ગામમાં ક્યારેય કોઈ નથી પહેરતું વસ્ત્ર, કારણ ચોંકાવનારું

Published By: Premal

Last Updated: 06:39 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવુ નથી કે આ લોકો કોઈ જનજાતિ સાથે સંબંધિત છે અને તેમની પાસે કપડા ખરીદવાના પૈસા નથી. સંપત્તિ થયા બાદ પણ અહીં મહિલાઓ-પુરૂષો અને બાળકો પણ કપડા વગર જ રહે છે.

  • આ ગામમાં કોઈ પહેરતુ નથી કપડાં
  • ફરવા આવતા લોકોમાં પણ લાગુ છે નિયમ!
  • જાણો, અજબ-ગજબ રિવાજ પાછળનુ કારણ 

અહીં મહિલાઓ કપડા વગર જ રહે છે 

ભારતમાં એક એવુ ગામ છે, જ્યાં મહિલાઓ 5 દિવસ માટે કપડા પહેરતી નથી. પરંતુ અમે જે જગ્યાની વાત કરી રહ્યાં છે તે બ્રિટનમાં છે. એવુ નથી કે આ લોકો કોઈ જનજાતિ સાથે સંબંધિત છે અને તેમની પાસે કપડા ખરીદવાના પૈસા નથી. ધન-દોલત થયા બાદ પણ અહીં મહિલાઓ-પુરૂષો અને બાળકો પણ કપડા વગર જ રહે છે. આ હર્ટફોર્ડશાયરમાં રહે છે અને તેનુ નામ સ્પીલપ્લાટ્જ છે. 

આ ગામમાં કોઈ કપડા પહેરતુ નથી 

સ્પીલપ્લાટ્જ નામનુ આ ગામ ઘણી વખત ચર્ચામાં આવ્યું છે કારણકે અહીંના લોકો કપડા વગર જ રહે છે. આ ગામમાં આ પરંપરા આશરે 85 વર્ષોથી ચાલી આવી રહી છે. અહીં રહેતા સ્થાનિકો કોઈ દુનિયાથી અલગ નથી. તેઓ સંપૂર્ણ રીતે શિક્ષિત અને અમીર પણ છે. સામાન્ય લોકોની જેમ તેમને ક્લબિંગ, પબ અને સ્વિમિંગ પૂલનો પણ શોખ છે. તેમ છતા તેઓ કપડા ખરીદતા નથી અને પહેરતા પણ નથી. બાળકો-વૃદ્ધ, મહિલા-પુરૂષ, દરેક વ્યક્તિ અહીં કપડા વગર જ રહે છે અને તેમાં તેમને કશુ પણ અસહજ લાગતુ નથી. આ ગામને વર્ષ 1929માં ઈસુલ્ટ રિચર્ડસને શોધ્યું હતુ. 

પર્યટકો પર પણ લાગુ છે નિયમ 

અહીં જે લોકો ફરવા માટે આવે છે, તેમના માટે પણ આ જ વ્યવસ્થા છે. જો તેમણે ત્યાં રહેવુ છે તો કપડા વગર જ રહેવુ પડશે. જો કે, શિયાળામાં લોકો કપડા પહેરી શકે છે અથવા પછી તેમની ઈચ્છા છે તો પણ કપડા પહેરવાથી તેમને કોઈ રોકશે નહીં. આ ઉપરાંત ગામમાંથી બહાર શહેર જતી વખતે પણ લોકો કપડા પહેરી લે છે અને પાછા આવીને તેઓ ફરીથી કપડા વગર રહેવા લાગે છે. લોકો આઝાદી મહેસૂસ કરવા માટે આવુ કરે છે. નજીકમાં રહેતા લોકો પણ એકબીજા સાથે ભળી જાય છે અને તેમને તેમાં કઈ પણ અસહજ લાગતુ નથી. પહેલા અમુક સામાજીક સંસ્થાઓ તેનો વિરોધ કરતી હતી પરંતુ હવે કોઈ કશુ કહેતુ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Village Tourists Wear Clothes amazing facts Amazing Facts

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ