ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / Technology / ટેક અને ઓટો / હેં! અવકાશી પિંડ પર અણુ બોમ્બ! ચંદ્ર સાથે ટકરાનાર એસ્ટરોઈડને અણુ બોમ્બથી ઉડાવાશે, નાસાનો પ્લાન
Last Updated: 12:54 PM, 25 September 2025
ADVERTISEMENT
અવકાશમાં એક એસ્ટરોઇડ ચંદ્ર સાથે ટકરાય તેવી સંભવના ઉભી થઇ છે. જેથી વૈજ્ઞાનિકોએ પરમાણુ વિસ્ફોટ દ્વારા આ એસ્ટરોઇડને ઉડાવી દેવાનું સૂચન કર્યું છે. આ મિશનનો હેતુ એસ્ટરોઇડને નાના ટુકડાઓમાં તોડી નાખવાનો છે જેથી કોઈ નુકસાન ન પહોંચે. અગાઉ નાસાનું 2022 DART મિશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં એક અવકાશી ખડકને રસ્તાથી હટાવાયો હતો. પરંતુ આ નવા મિશનમાં એસ્ટરોઇડને સંપૂર્ણ રીતે નાશ કરવા માટે પરમાણુ વિસ્ફોટ કરાશે.
ADVERTISEMENT
નાસાએ શરૂઆતમાં આ એસ્ટરોઇડ 2024YR4 ને અત્યંત ખતરનાક માન્યો હતો. પરંતુ તેની પૃથ્વી સાથે અથડાવાની સંભાવના હવે ઘટીને માત્ર 0.00081 ટકા થઈ ગઈ છે, પરંતુ ચંદ્ર સાથે અથડાવાની સંભાવના હજુ પણ 4 ટકા છે. વૈજ્ઞાનિકો અનુસાર, એસ્ટરોઇડને રસ્તાથી હટાવવાની જગ્યાએ તેને નાશ કરવા પર વિચાર થઇ રહ્યો છે.
ADVERTISEMENT
નાસાનું DART મિશન 2022 માં સફળ રહ્યું હતું. જેમાં એક અવકાશયાનને 14,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે એક નાના એસ્ટરોઇડ (ડિમોર્ફોસ) સાથે અથડાવવામાં આવ્યું હતું. તેનાથી સાબિત થયું હતું કે, એસ્ટરોઇડને રસ્તાથી હટાવી શકાય છે. પરંતુ અત્યારનું 2024YR4 અલગ છે કેમ કે, તે ખુબ મોટું છે, James Webb Telescope મુજબ તેની લંબાઈ આશરે 300 ફૂટ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Nigeria Military Plane Crash / નાઈજીરિયાના ઓન્ડોમાં મિલિટરી ATR-42 વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ સહિત તમામ 32 લોકોનાં મો*ત
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT