ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / માત્ર ફાયદા જ નહીં પરંતુ સાયબર સિક્યુરીટીનું જોખમ પણ વધારી રહ્યું છે AI, એક્સપર્ટની ચેતવણી
Last Updated: 04:28 PM, 22 September 2025
ADVERTISEMENT
વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. તેના વિકાસથી અનેક કામ સરળ બન્યા છે. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદાની સાથે તેના નુકશાન પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સાયબર ખતરાનું પ્રમાણ પણ વધ્યું છે. હેકર્સ હવે AI ટૂલ્સનો ઉપયોગ કરીને સાયબર સિક્યુરીટી માટે નવો પડકાર ઉભો કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના જમાનામાં માત્ર Google Calendar કે Outlook ઇમેઇલ પર ક્લિક કરવાથી પણ યુઝર્સના સેન્સેટીવ ડેટા ચોરાઈ શકે છે. હાલમાં અનેક કંપનીઓ AI પ્રોડક્ટ અને ટૂલ વિકસાવી રહી છે. પરંતુ તેમાં નવા જોખમો પણ ઉભા થાય છે.
ઉલ્લેખનીય છે કે, AI ટૂલ્સના ફાયદા સાબિત થાય તે પહેલાં જ ડેવલપર્સ અને મોટી કંપનીઓ કોડ લખવા માટે AI નો ઉપયોગ કરી રહી છે. જે અંગે કેટલીક સ્ટડી દર્શાવે છે કે, માણસની જેમ આ ટૂલ દ્વારા પણ કોડમાં સિક્યુરીટી ખામીઓ રહી શકે છે, જે બાદમાં યુઝર્સની સિક્યુરીટી માટે ખતરો પેદા કરી શકે છે.
ADVERTISEMENT
AI નો ઉપયોગ કરીને ગત ઓગસ્ટમા સપ્લાય-ચેઇન એટેક કરાયો હતો. જેમાં હેકર્સે કોડ રિપોઝીટરીઝને મેનેજ કરવા માટે પ્લેટફોર્મ Nx પર અસલી જેમ દેખાતો પ્રોગ્રામ પબ્લીશ કર્યો હતો. જેને હજારો યુઝર્સે તેને ડાઉનલોડ કર્યું હતું. ત્યારબાદ હેકર્સે યુઝર્સના પાસવર્ડ, ક્રિપ્ટોકરન્સી વોલેટ અને બીજા મહત્વના ડેટા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે યુઝર્સને ટાર્ગેટ કરવા AI નો ઉપયોગ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
થોડા સમય પહેલા જ અમેરિકન કંપની એન્થ્રોપિકે એવું રેન્સમવેર કેમ્પેઈન શોધી કાઢ્યું હતું જે સંપૂર્ણ રીતે AI દ્વારા ચલાવવામાં આવતું હતું. તમારે એ જાણવું જરૂરી છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) સિસ્ટમમાંથી કમજોર કડી શોધી કાઢે છે અને પછી તેના પર એટેક કરી શકે છે. સાથે તે ખંડણી પણ ઉઘરાવી શકે છે મહત્વની વાત એ છે કે આ બધુ કરવા માટે સારો કોડર બનવાની પણ જરૂર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT