બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ChatGPT જોરદાર ગ્રોથમાં! યુઝર્સ લિસ્ટમાં યુવાઓ સૌથી ઉપર, જાણો સર્ચ ટોપિક
Last Updated: 10:29 AM, 20 September 2025
ChatGPT Usage Report: હાલમાં ChatGPTનો ઉપયોગ ઘણો વધી ગયો છે, કેટલાય લોકો પોતાના નાના-મોટા કામ માટે કે કોઈ જાણકારી મેળવવા માટે ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હવે તાજેતરમાં જ OpenAIનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કંપનીએ જણાવ્યું છે કે લોકો ChatGPTનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે અને સમય સાથે તેમાં કેવા ફેરફાર થયા છે. આ રિસર્ચ રિપોર્ટ છેલ્લા ત્રણ વર્ષમાં એપ પર થયેલી 1.5 મિલિયન વાતચીતના વિશ્લેષણ પર આધારિત છે, જેમાં યૂઝર્સના વર્તન અને ટ્રેન્ડસની ઊંડી ઝલક મળે છે.
ADVERTISEMENT

ChatGPTનો જબરદસ્ત ગ્રોથ
ADVERTISEMENT
આ રિપોર્ટ પ્રમાણે, 2022ના અંતમાં ChatGPTના માત્ર 1 મિલિયન એક્ટિવ યુઝર્સ હતા, ત્યારે હવે આ સંખ્યા વધીને 700 મિલિયન વિકલી યુઝર્સ સુધી પહોંચી ગઈ છે. આ કોઈ નવાઈની વાત નથી, કારણ કે હવે ChatGPT આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો પર્યાય બની ગયું છે અને લોકો મોટી સંખ્યામાં તેનો ઉપયોગ કરી રહ્યા છે.

ADVERTISEMENT
કેવા પ્રકારની વાતચીત કરે છે લોકો
ડેટા દ્વારા જાણવા મળે છે કે લગભગ 70% વાતચીત કામ સંબંધિત નથી હોતી, પરંતુ પર્સનલ અથવા સામાન્ય ચર્ચાઓ પર આધારિત હોય છે. સૌથી વધુ ચર્ચાવાળા ત્રણ વિષય છે - પ્રેક્ટિકલ ગાઇડન્સ (29%), માહિતી મેળવવા (24%) અને રાઈટિંગ (24%). રસપ્રદ વાત એ છે એક છેલ્લા એક વર્ષમાં રાઈટિંગ સાથે જોડાયેલો વપરાશ 36%થી ઘટીને 24% સુધી થઈ ગયો છે, જયારે ઇન્ફોર્મેશન સર્ચ 14%થી વધીને 24% પર પહોંચી ગયો છે. આનાથી એટલું તો સ્પષ્ટ છે કે લોકો ChatGPTનો ઉપયોગ માત્ર લખવાના ટૂલ તરીકે નહીં, પણ માહિતી મેળવવા અને નવા નિર્ણયો લેવા માટે રિસર્ચ કરવાના સાધન તરીકે જોવા લાગ્યા છે. આ બદલાવથી એ પણ દેખાય છે કે ઘણા યૂઝર્સ વસ્તુઓ સર્ચ કરવા માટે અને સવાલ-જવાબ માટે Googleના બદલે ChatGPT તરફ વળી રહ્યા છે.
ADVERTISEMENT
રિપોર્ટમાં ત્રણ મુખ્ય ઉપયોગ જણાવવામાં આવ્યા છે - Ask (માહિતી મેળવવી), Do (કામ કરાવવા જેમ કે ઇમેઇલ્સ અથવા કોડિંગ લખવા), અને Express (પોતાને વ્યક્ત કરવા). ધીમે-ધીમે કામ કરાવવા વાળો ઉપયોગ ઘટી રહ્યો છે અને માહિતી મેળવવાવાળા સવાલો સૌથી વધુ વધ્યા છે.

ADVERTISEMENT
યુવા યુઝર્સની મોટી ભૂમિકા
આ રિસર્ચ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 18થી 25 વર્ષના યુઝર્સ ChatGPT પર સૌથી વધુ સક્રિય છે. લગભગ અડધી વાતચીત આ ઉંમરના લોકો કરી રહ્યા છે. જો કે આ ઉંમરના યુઝર્સ ChatGPTનો ઉપયોગ કામ સંબંધિત વાતચીત માટે ઓછો કરે છે. આ વય જૂથમાં માત્ર 22.5% ચેટ કામ સંબંધિત મળી, જયારે 36થી 45 વર્ષના લોકોમાં આ આંકડો 31.4% સુધી હતો, જે સૌથી વધારે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કેમેરામાં જ લોચા! નવા-નવા iPhoneમાં જ ડખા પડવા લાગ્યા, ખુદ એપલે પણ સ્વીકાર્યું
શું બદલાઈ રહી છે વિચારવાની રીત?
આ ડેટા એ પણ સવાલ ઉઠાવે છે કે શું લોકો હવે લખવાને બદલે વિચારવા અને નિર્ણય લેવા માટે ChatGPT પર વધુ આધાર રાખે છે? જો AIની માનવ વિચારો અને નિર્ણયો પર અસર થવા લાગી તો આવનારા સમયમાં તેની સમાજ અને વ્યક્તિગત વિચારસરણી પર ઊંડી અસર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.