બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કેમેરામાં જ લોચા! નવા-નવા iPhoneમાં જ ડખા પડવા લાગ્યા, ખુદ એપલે પણ સ્વીકાર્યું

ટેક / કેમેરામાં જ લોચા! નવા-નવા iPhoneમાં જ ડખા પડવા લાગ્યા, ખુદ એપલે પણ સ્વીકાર્યું

Vidhata Gothi

Last Updated: 09:41 AM, 20 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iPhone Air Camera Bug: iPhone Air નો સેલ શરૂ થઈ ગયો છે. આને વાપર્યા પછી કેટલાક લોકોએ આના કેમેરામાં બગ હોવાની વાત કહી છે. જેના કારણે કેટલાક ફોટો કાળા થઈ જાય છે કે અથવા સફેદ લાઈનો દેખાવા લાગે છે.

9 સપ્ટેમ્બરે લોન્ચ થયેલા iPhone 17 સીરીઝના મોડલ્સનું વેચાણ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને હવે આ ફોન લોકોના હાથ સુધી પહોંચવા લાગ્યા છે. ગ્રાહકોએ નવો ફોન ખરીદીને સોશિયલ મીડિયા પર તેની ફર્સ્ટ ઇમ્પ્રેશન શેર કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યૂઝર્સે આ નવી સીરીઝના કેમેરામાં ટેકનિકલ ખામી વિશે જણાવ્યું છે. iPhone Airથી ફોટો ક્લિક કરતા સમયે આ બગ દેખાય છે. Appleએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

iphone-orange

કેમેરામાં શું સમસ્યા આવી રહી છે?

માહિતી પ્રમાણે, iPhone 17 Pro Max અને iPhone Airના કેમેરામાં બગ હોવાનું સામે આવ્યું છે, જે ચોક્કસ સ્થિતિમાં ઇમેજના એક ભાગને કાળો કરી નાખે છે. એક ટેક પત્રકાર iPhone Airનો રિવ્યૂ કરી રહ્યો હતો, ત્યારે તેને સૌથી પહેલા iPhone Airના કેમેરામાં બગ મળ્યો. કોન્સર્ટ ફોટો લેતી વખતે, પત્રકારને દેખાયું કે દરેક 10 ફોટોમાંથી એક કાળો દેખાતો હતો અથવા એમાં વિચિત્ર બોક્સ દેખાઈ રહ્યા હતા, જ્યારે કેટલાક અન્ય ફોટોમાં સફેદ લાઇન્સ દેખાઈ રહી છે. જો કે, આ ફક્ત ચોક્કસ પરિસ્થિતિઓમાં જ થાય છે. પત્રકારે જણાવ્યું કે ખાસ કરીને LED ડિસ્પ્લેના ફોટો લેતી વખતે આ બગની અસર દેખાઈ રહી છે.

iPhone 17 Air

Appleએ પણ પુષ્ટિ કરી છે કે iPhone Air અને 17 Pro Maxમાં આ સમસ્યા છે. આગામી સોફ્ટવેર અપડેટમાં આ સમસ્યાનું સમાધાન થઈ જશે. એપલના એક પ્રવક્તાએ જણાવ્યું કે 'આવું ખૂબ જ ભાગ્યે જ થઈ શકે છે કે જયારે LED લાઇટ ડિસ્પ્લે ખૂબ જ બ્રાઇટ હોય અને સીધી કેમેરા પર ચમકતી હોય. એપલે આનો ઉકેલ શોધી કાઢ્યો છે અને તે આગામી સોફ્ટવેર અપડેટમાં તેને રિલીઝ કરવામાં આવશે.' જો કે કંપનીએ હજુ સુધી એ નથી જણાવ્યું કે આગામી અપડેટ ક્યાર સુધીમાં આવશે.

vtv app promotion

એપલનું સૌથી પાતળું મોડેલ iPhone Air

Appleએ 17 સીરીઝમાં પ્લસ મોડેલને બદલીને આઇફોન એર લોન્ચ કર્યો છે. આ ફોન ફક્ત 5.6 મીમી જાડો છે અને તે અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન છે. તેમાં 6.5 ઇંચની પ્રોમોશન ટેકનોલોજી સ્ક્રીન છે. તેમાં 48MP સિંગલ રીઅર કેમેરા અને 18MP ફ્રન્ટ કેમેરા છે. A19 Pro ચિપસેટવાળા આ ફોનની ભારતમાં શરૂઆતની કિંમત 1,19,900 રૂપિયા છે.

આ પણ વાંચો: iPhone 17 પર રૂ. 6000નું ડિસ્કાઉન્ટ! સેલ આજથી શરૂ કરો

iOS 26માં સતત સમસ્યા

કેમેરામાં આ બગ એવા સમયે આવ્યો છે જ્યારે એપલ તેની નવી iOS 26 ઓપરેટિંગ સિસ્ટમને લઈને ટીકાનો સામનો કરી રહી છે, જે iPhone 17 સીરીઝમાં પહેલાથી ઇન્સ્ટોલ આવશે. iOS 26 અપડેટ ઇન્સ્ટોલ કર્યા પછી એપલ યુઝર્સે બેટરી ડ્રેઇન અને પર્ફોર્મન્સ સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone Air Camera Bug iPhone 17 Series Apple
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ