ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / વિશ્વ / mom pregnant with stepson physical relation cheating husband mother son marries maa
ADVERTISEMENT
ADVERTISEMENT
મહિલા પુત્રના પ્રેમમાં એ હદે પાગલ થઇ કે પતિને પણ છોડી દીધો
માં-પુત્રનો સંબંધ દુનિયામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. ભલે આ સંબંધ પછી સગો હોય કે સાવકો. પરંતુ બદલાતા જમાનામાં ઘણા ચોંકાવનારા સમાચાર સામે આવે છે. જેને સાંભળીને તમારું માથુ ફરી જાય છે. આવી ઘણી ઘટનાઓ છેલ્લાં થોડા વર્ષોમાં સામે આવી રહી છે. જેમાં ક્યાક કોઈ સગી માંએ પોતાના પુત્ર સાથે લગ્ન કર્યા તો દાદા-પૌત્રીએ એકબીજા સાથે લગ્ન કર્યા. એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પોતાના 15 વર્ષના સાવકા પુત્રના પ્રેમમાં એ હદે પાગલ થઇ કે પતિને પણ છોડી દીધો. છૂટાછેડા પહેલા તે પ્રેગ્નેન્ટ થઇ અને લગ્ન બાદ બાળકીને જન્મ આપ્યો. પીઠ પાછળ તે પોતાના પતિને દગો આપતી રહી, પરંતુ તેની જાણ તેના પતિને થવા ન દીધી.
ADVERTISEMENT
માં અને પુત્ર વચ્ચે બંધાયા શારીરીક સંબંધ
આ મામલો રશિયાનો છે. રશિયામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર મરીના બલ્માશેવાના લગ્ન વર્ષ 2007 એટલેકે 16 વર્ષ પહેલા એલેક્સી શેવરિન સાથે થયા હતા. એલેક્સીના આ બીજા લગ્ન હતા અને તેમનો એક પુત્ર વ્લાદિમીર પણ હતો. જેની ઉંમર ત્યારે 7 વર્ષ હતી. એલેક્સીએ જણાવ્યું કે જેમ-જેમ વ્લાદિમીર મોટો થતો ગયો તેમ-તેમ મરીનાનો વ્યવહાર બદલાવા લાગ્યો. યુનિવર્સિટીની રજામાં જ્યારે વ્લાદિમીર આવતો ત્યારે મરીના તેની સાથે છેડછાડ કરતી. તેની સાથે સેક્સ્યુઅલી હેરેસમેન્ટ કરતી. એવામાં વ્લાદિમીર પણ મરીના પ્રત્યે આકર્ષિત થવા લાગ્યો. પીઠ પાછળ બંને વચ્ચે શારીરીક સંબંધ પણ બન્યાં અને મરીના પ્રેગ્નેન્ટ થઇ ગઇ.
ADVERTISEMENT
ADVERTISEMENT
પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પુત્ર સાથે કર્યા લગ્ન
ઈન્સ્ટાગ્રામ સેન્શેસન મરીનાએ સાવકા પુત્ર સાથે પ્રેમના ચક્કરમાં તેના પતિને છોડવાનો નિર્ણય કર્યો. વર્ષ 2020માં છૂટાછેડા લીધાના થોડા દિવસો બાદ જ તેણે પુત્ર વ્લાદિમીર સાથે લગ્ન કરી પોતાના પ્રશંસકોને ચોંકાવી દીધા. એટલું જ નહીં, મરીનાએ એવુ પણ જણાવ્યું કે તે વ્લાદિમીરના પુત્રની માં બનવાની છે. જો કે, મરીના અને વ્લાદિમીરની એક પુત્રી છે, જેની ઉંમર 2 વર્ષથી વધુ છે. જો કે, મરીના ઓગષ્ટ 2022માં ફરીથી પ્રેગ્નેન્ટ થઇ, પરંતુ ઈન્સ્ટા પર બાળકને લઇને કોઈ અપડેટ શેર કરી નથી. તો મરીનાના પતિનો આરોપ છે કે તેણે મારા પુત્રને પોતાની મોહજાળમાં ફસાવી લીધો. જો કે, મરીના અને તેનો પતિ વ્લાદિમીર પોતાની નવી જિંદગીથી અત્યંત ખુશ છે અને સોશિયલ સાઈટ્સ પર પોતાની તસ્વીરો શેર કરતા રહે છે. હાલમાં મરીનાની ઉંમર 37 વર્ષ છે અને તેનો સાવકો પુત્ર 23નો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT