ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / અમેરિકાની સડકો નીચે દબાવી દેવાયા લાખો જુના ટાયર, વાયરલ વીડિયોએ ખોલ્યું રહસ્ય

ગજબ / અમેરિકાની સડકો નીચે દબાવી દેવાયા લાખો જુના ટાયર, વાયરલ વીડિયોએ ખોલ્યું રહસ્ય

Published By: Nirav Kumar

Last Updated: 02:02 AM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ જુના ટાયરના નિકાલ માટે એક શાનદાર ટેક્નિક શોધી કાઢી છે. જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ અનુકૂળ છે. ચાલો આ ટેક્નિક વિષે જાણીએ.

ADVERTISEMENT

અમેરિકાએ સ્ક્રેપ ટાયરનો એક વ્યવહારુ અને પર્યાવરણને અનુકૂળ ઉકેલ શોધી કાઢ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તેની ટેક્નિક વિષે જણાવવામાં આવી રહ્યું છે. જેમાં અમેરિકામાં જૂના ટાયરોને રસ્તાઓ નીચે દાટી દેવામા આવે છે. તેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થઈ રહ્યો છે.

 વાયરલ વીડિયો મુજબ અમેરિકા લાંબા સમયથી યુઝ થયેલા ટાયરોની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ ટાયર રબર, સ્ટીલ અને બીજા કેમિકલથી બન્યા હોય છે આથી તેનો નિકાલ આસાન નથી અને તે જલ્દી ઓગળતા પણ નથી. તેને બાળવા પણ ખતરનાક છે કારણ કે તે ભયંકર ઝેરી વાયુઓ છોડે છે. તો તેને લેન્ડફિલમાં ફેંકવામાં આવે તો તે દાયકાઓ સુધી એમ જ પડ્યા રહે છે.

આથી આ સમસ્યાનું સમાધાન એન્જીનીયરોએ શોધી કાઢી લીધું છે. વીડિયો મુજબ આ જુના ટાયરોને રસ્તાના પાયામાં ટાઈટ રીતે જોડવામાં આવે છે. તો બે ટાયર વચ્ચેની જગ્યા કાંકરીથી ભરવામાં આવે છે અને તેની ઉપર ડામરનું લેયર નાખવામાં આવે છે. ઉપરથી આ એક સામાન્ય રસ્તો લાગે છે પરંતુ તેની નીચે હજારો જૂના ટાયર હોય છે.

vtv app promotion

આ ટેક્નિકનો એક ફાયદો એ છે કે, રોડ  બનાવવા નવી બાંધકામ સામગ્રીની જરૂરિયાત ઘટે છે. બીજું કે ટાયર મજબૂત અને ફ્લેક્સિબલ હોય છે જેના કારણે તે વાહનોના દબાણનો સામનો કરી શકે છે. તેનાથી રોડનું આયુષ્ય વધે છે. આ સિવાય લાખો જુના ટાયરનો ફરીથી ઉપયોગ થાય છે.

વધુ વાંચો : 20,000 સિક્કા મળ્યાં, રાતમાં માલામાલ, ઘરના આંગણામાંથી મળ્યો ખજાનો

આ વીડિયોના કેપ્શનમાં એમ પણ કહેવાયું હતું કે,  દર વર્ષે અમેરિકામાં આશરે 25 કરોડ જુના ટાયર કાઢી નાખવામાં આવે છે. તેમાંના અનેક ટાયરને નાના ટુકડાઓમાં કાપીને ક્રમ્બ રબર બનાવવામાં આવે છે જે બાદમાં રબરાઇઝ્ડ ડામર બનાવવા માટે ડામર સાથે ભેળવવામાં આવે છે. જે રોડની ડ્યુરેબિલીટી વધારે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ધટાડે છે.  આ ટેક્નિકનો ઉપયોગ કેલિફોર્નિયા, એરિઝોના અને ફ્લોરિડા જેવા રાજ્યોમાં હાઇવે, પાર્કિંગ લોટ અને રમતના મેદાનોમાં થઈ રહ્યો છે.  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America Old Tires Roads

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ