ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મહિલાઓને વ્યાજ વગર મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન! જાણો કેવી રીતે

તમારા કામનું / મહિલાઓને વ્યાજ વગર મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન! જાણો કેવી રીતે

Last Updated: 01:53 PM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતી મહિલાઓ માટે ખુશખબર છે. લખપતિ દીદી યોજના અંતર્ગત હવે 5 લાખ રૂપિયા સુધીની લોન વિના વ્યાજ મળશે.જાણો, કેવી રીતે આ યોજનાનો લાભ લઈ મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે?

ADVERTISEMENT

જો તમે પણ તમારા ગામ કે મહોલ્લામાં કોઈ નાનકડી વ્યવસાયિક પ્રવૃતિ શરૂ કરવા માંગો છો, પણ પૈસાની અછત મુશ્કેલી સર્જી રહી છે, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક શાનદાર પહેલ શરૂ કરી છે, જે છે લખપતિ દીદી યોજના .

આ યોજના અંતર્ગત મહિલાઓને રૂ. 5 લાખ સુધીની લોન વિના વ્યાજ આપવામાં આવે છે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને બીજાં માટે પણ રોજગારીના રસ્તા ખોલી શકે.

લખપતિ દીદી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આર્થિક મદદ પૂરું પાડવાનો નથી, પણ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓમાં ઉદ્યોગશીલતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાના માધ્યમથી સરકાર ઈચ્છે છે કે ગામની મહિલાઓ માત્ર ઘરનો ચાર દીવાલો સુધી મર્યાદિત ન રહે, પણ આર્થિક રીતે શક્તિશાળી બનીને આત્મનિર્ભર બને. આવો જાણીએ કે આ સ્કીમનો લાભ કેવી રીતે લઈ શકાય અને તેની શું શરતો છે?

લખપતિ દીદી યોજના શું છે?

લખપતિ દીદી યોજના એ કેન્દ્ર સરકાર દ્રારા ચલાવવામાં આવતી એક યોજના છે, જેમાં મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને સ્વયં સહાય સમૂહો (Self Help Groups - SHGs) માં જોડાયેલ મહિલાઓ માટે બનાવવામાં આવી છે.

lakhapti-didi-yojna

લાભ કોણ લઈ શકે?

આ યોજનાનો લાભ એ જ મહિલાઓ લઈ શકે છે કે જે કોઈ માન્યતા પ્રાપ્ત સ્વયં સહાય સમૂહ સાથે સંકળાયેલ હોય. પહેલાથી સમૂહમાં સક્રિય મહિલા સભ્યને જ આ યોજનાના માધ્યમથી લોન આપવામાં આવે છે જેથી તે ખેતી, ડેરી, સિલાઈ-કડાઈ, બ્યુટી પાર્લર કે અન્ય નાનાં વ્યવસાય શરૂ કરી શકે.

અરજી કરવાની પ્રક્રિયા શું છે?

  • સૌપ્રથમ સંબંધિત સ્વયં સહાય સમૂહમાં જોડાવું જરૂરી છે.
  • સમૂહ દ્વારા ગ્રામ સંગઠન કે બ્લોક મિશન મેનેજમેન્ટ યુનિટ (BMMU) સાથે સંપર્ક કરવો પડે છે.
  • ત્યાંથી મહિલાને તાલીમ આપવામાં આવે છે અને વ્યવસાય માટેનો બિઝનેસ પ્લાન તૈયાર કરાવવામાં આવે છે.
  • તાલીમ પછી બેંક દ્વારા વ્યાજમુક્ત લોનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.

લોન પરત કરવાની શરતો

આ યોજનામાં લોન પર કોઈ પ્રકારનું વ્યાજ લેવામાં આવતું નથી, પણ નિર્ધારિત સમયમર્યાદામાં લોન પરત કરવી આવશ્યક છે. સામાન્ય રીતે આ સમયમર્યાદા 2 થી 5 વર્ષની હોય છે, જે વ્યવસાયના પ્રકાર પર આધારિત હોય છે.

વધુ વાંચો: જે-તે વ્યક્તિના મોત બાદ પાનકાર્ડ કેન્સલ કરાવવું કેમ જરૂરી? જાણો એક ક્લિકમાં

અત્યાર સુધી કેટલી મહિલાઓએ લાભ લીધો છે?

સરકારી આંકડા મુજબ અત્યાર સુધી 60 લાખથી વધુ મહિલાઓ આ યોજના હેઠળ તાલીમ મેળવી ચૂકી છે અને લાખો મહિલાઓએ લોન લઇ વ્યવસાય શરૂ કરી દીધો છે. સરકારનો લક્ષ્ય છે કે વર્ષ 2025 સુધી દરેક ગામમાંથી ઓછામાં ઓછી એક "લખપતિ દીદી" તૈયાર થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Loan of 5 lakh rupees Interest free loan Womens loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ