ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જે-તે વ્યક્તિના મોત બાદ પાનકાર્ડ કેન્સલ કરાવવું કેમ જરૂરી? જાણો એક ક્લિકમાં

તમારા કામનું / જે-તે વ્યક્તિના મોત બાદ પાનકાર્ડ કેન્સલ કરાવવું કેમ જરૂરી? જાણો એક ક્લિકમાં

Last Updated: 03:29 PM, 5 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાનકાર્ડ એક મહત્વપૂર્ણ નાણાંકીય દસ્તાવેજ છે, જેનો દુરુપયોગ મૃત્યુ પછી પણ થઈ શકે છે. એથી વ્યક્તિના મૃત્યુ પછી તેનું પાનકાર્ડ રદ કરાવવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની અથવા નાણાંકીય સમસ્યા ન ઊભી થાય.જાણો પાનકાર્ડ કેન્સલ કરાવવાની સંપૂર્ણ પ્રોસેસ.

ADVERTISEMENT

પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે વ્યક્તિની નાણાંકીય ઓળખ દર્શાવે છે. કોઈપણ પ્રકારના નાણાંકીય વ્યવહારો માટે પાન કાર્ડની ખાસ જરૂર હોય છે. આ કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને તેમાં 10 અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર હોય છે. આ નંબરની મદદથી વ્યક્તિની આવકવેરા સંબંધિત પ્રવૃત્તિઓને સરળતાથી ટ્રેક કરી શકાય છે. પાનકાર્ડની જરૂરિયાત બેંકિંગ, રોકાણ, મિલકત ખરીદવા કે વેચવા, સરકારી યોજનાઓનો લાભ લેવા જેવા અનેક કામોમાં પડે છે.

પણ શું તમે જાણો છો કે વ્યક્તિના મૃત્યુ પછી તેના પાનકાર્ડનું શું થાય છે? જો વ્યક્તિના મૃત્યુ પછી પણ તેનું પાનકાર્ડ વાપરવામાં આવે, તો એ કાનૂની રીતે ગુનો ગણાય છે અને તેની સામે કાર્યવાહી થઈ શકે છે. એટલા માટે મૃત્યુ પછી વ્યક્તિનું પાનકાર્ડ રદ કરાવવું ખુબ જ જરૂરી છે.

pan-card-4

વ્યક્તિના મૃત્યુ પછી પાનકાર્ડ રદ કરાવવું કેમ જરૂરી છે?

  • મૃત્યુ બાદ પાનકાર્ડ રદ કરાવવાનો મુખ્ય હેતુ એ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની નાણાંકીય ઓળખનો દુરુપયોગ થતો અટકાવી શકાય.
  • જો પાનકાર્ડ રદ નહીં કરાવાય, તો તેનો ઉપયોગ કરીને કોઈ બીજું વ્યક્તિ બેંક ખાતું ખોલી શકે છે, લોન લઇ શકે છે કે અન્ય ખોટા કાર્યો કરી શકે છે.
  • મૃતકના આવકવેરા સંબંધિત કામકાજ પુરા કરવા અને તેનું છેલ્લું રિટર્ન ફાઇલ કરવા માટે પાન રદ કરાવવાના પહેલાં તેમાં કાનૂની વારસદારોને જોડવું જરૂરી છે.
  • પાન રદ કરાવવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની નાણાંકીય મિલકત યોગ્ય વારસ સુધી પહોંચાડી શકાય છે અને આવનારા સમયમાં આવકવેરા વિભાગ તરફથી આવતા નોટિસથી બચી શકાય છે.

પાનકાર્ડ રદ કરાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે?

મૃતકના પાનકાર્ડને રદ કરાવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:

  • મૃત્યુ પામેલા વ્યક્તિનું પાનકાર્ડ
  • તેનું મૃત્યુ પ્રમાણપત્ર
  • પાન રદ કરાવવા માટે લેખિત અરજી
  • કાનૂની વારસનું પાનકાર્ડ
  • મૃતક સાથેનો સંબંધ સાબિત કરતો દાખલો
  • આધાર કાર્ડ
  • વસિયત (હોઈ તો)
paan-card

પાનકાર્ડ રદ કરવાની પ્રોસેસ

  • લેખિત અરજી તૈયાર કરો: પાન રદ કરાવવાની વિનંતી સાથે એક અરજી લખો. તેમાં મૃતકનું નામ, પાન નંબર અને મૃત્યુની તારીખનો ઉલ્લેખ કરો.
  • જરૂરી દસ્તાવેજો એકત્ર કરો: જેમ કે જન્મ પ્રમાણપત્ર, રેશનકાર્ડ, વસિયત વગેરે.
  • ઇન્કમ ટેક્સ અધિકારીને અરજી મોકલો: ઉપરોક્ત દસ્તાવેજો સાથે લખેલી અરજી તમારા નજીકના આયકર વિભાગની ઓફિસને રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવી. યોગ્ય રસીદ રાખવી.
  • ઓનલાઈન : NSDL અથવા UTIITSLની વેબસાઈટ પર જઈને ‘PAN Cancellation Request’ વિકલ્પ પસંદ કરી શકો છો.

વધુ વાંચો: મોબાઇલ ટાવર લગાવો, પૈસા કમાઓ, ભૂલથી પણ આ સ્કેમમાં ફસાયા તો એકાઉન્ટ ખાલી

પાન કાર્ડ કેન્સલ કરવા માટે કોઈ ફી લેવાતી નથી. આ પ્રક્રિયા દ્વારા એક મૃતકના પાન કાર્ડનું યોગ્ય રીતે બંધ કરવું તેની ઓળખ અને મિલકતની સુરક્ષા માટે ખૂબ જ આવશ્યક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PAN Card PAN Card Cancellation Process PAN Card online
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ