ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોબાઇલ ટાવર લગાવો, પૈસા કમાઓ, ભૂલથી પણ આ સ્કેમમાં ફસાયા તો એકાઉન્ટ ખાલી

સાવધાન / મોબાઇલ ટાવર લગાવો, પૈસા કમાઓ, ભૂલથી પણ આ સ્કેમમાં ફસાયા તો એકાઉન્ટ ખાલી

Last Updated: 03:01 PM, 5 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાલી પડેલી જમીન કે છત પર મોબાઈલ ટાવર લગાવવાના બહાને ઠગો હવે મોટી રકમ આપવાનું વચન આપી લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. TRAI એ આ નવી ફ્રોડ ટેક્નિક અંગે ચેતવણી આપી છે. ચાલો જાણી લઈએ કે આ ઠગો આખી ગેમ કેવી રીતે રમે છે અને તમે આવા સ્કેમથી કેવી રીતે બચી શકાય?

ADVERTISEMENT

જમીન કે છત પર મોબાઈલ ટાવર લગાવવાની ઓફર મળી રહી છે. જો તમને પણ આવા કોલ્સ આવે તો સાવધાની રાખો. ઠગો "મોબાઈલ ટાવર લગાવો અને પૈસા કમાવો" એવા લોભામણાં ઓફર આપી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જો તમે આવી કોઈ લાલચમાં આવી જશો, તો તમે ભારે મુશ્કેલીમાં પડી શકો છો.

લલચાવતી ઓફર

હવે લોકોના મોઢે TRAI ના નામે કોલ કરીને છેતરપિંડીનું નવું ચક્ર શરૂ થયું છે. TRAIએ આવા સ્કેમ કોલર અંગે લોકોએ સાવધાન રહેવાની ચેતવણી આપી છે. જો તમારી પાસે પણ કોઈ ખાલી પ્લોટ કે છત છે અને ત્યાં ટાવર લગાવવાનો વિચારો છો, અને કોઈનો આવા પ્રકારનો ફોન આવે તો સમજદારીપૂર્વક વાત કરો, નહીંતર ઠગોના જાળમાં ફસાઈ જશો.

"ટાવર લગાવો અને દર મહિને રૂ. 25,000 કમાવો" – આ ઓફર કોને ન ગમે? પણ ઠગો આ જ વાતનો લાભ ઉઠાવી રહ્યા છે. યાદ રાખો કે તમારી એક ભૂલ તમને ભારે નુકસાનમાં ધકેલી શકે છે.

આ રીતે છેતરપિંડી ચાલી રહી છે

ઠગ પોતાને TRAI નો કર્મચારી તરીકે ઓળખાવે છે અને દર મહિને રૂ. 25,000ની આવકની લાલચ આપે છે. TRAI એ લોકોને સચેત કરવા માટે એક પોસ્ટ સાથે તસવીર પણ શેર કરી છે, જેમાં એક વ્યક્તિ ફોન પર વાત કરે છે અને સામે વ્યક્તિ તેને મોબાઈલ ટાવર લગાવવાના બહાને 25,000 રૂપિયા કમાવાની ઓફર આપે છે. આ ઓફર માટે 9 નંબર દબાવવાનું પણ કહેવામાં આવે છે.

આવા કોલ્સ આવે તો શું કરવું જોઈએ?

  • સાવધ રહો : આવા કોલ્સ આવે તો તમારી કોઈપણ અંગત માહિતી આપશો નહીં.
  • ચકાસણી કરો: જો તમને ખરેખર લાગતું હોય કે ઓફર સત્ય છે તો ઑફિશિયલ મોબાઇલ કંપનીના હેલ્પલાઇન/વેબસાઇટ પરથી તપાસ કરો.
  • પોલીસ ફરિયાદ કરો: જો પૈસા માંગવામાં આવે તો તરત નજીકના સાયબર ક્રાઇમ સેલમાં રિપોર્ટ કરો.
  • TRAI DND 3.0 એપ ડાઉનલોડ કરો: આ એપ દ્વારા સ્પેમ કોલ્સ અને મેસેજને બ્લોક કરી શકાય છે.
  • સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર ન કરો: આપણે ઘણીવાર આ પ્રકારની ફ્રોડ પોસ્ટ શેર કરીએ છીએ. એના બદલે તેને રિપોર્ટ કરો.

વધુ વાંચો: હવેથી બાકી પેન્શન રકમ મેળવવા આમ-તેમ નહીં ભટકવું પડે! જાણો કેમ

આ સરકારી એપ આપશે સહાય

TRAI ની પોસ્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે TRAI ક્યારેય કોઈને ફોન કરતું નથી, ન તો કોઈ NOC જારી કરે છે. જો TRAIના નામે કોઈ ફોન આવે તો સાવધાન થઈ જાવ. આવા તમામ કોલ અને મેસેજ તરત બ્લોક કરો. આ માટે તમે TRAI DND એપનો ઉપયોગ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile tower Cyber fraud Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ