બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી બાકી પેન્શન રકમ મેળવવા આમ-તેમ નહીં ભટકવું પડે! જાણો કેમ
Last Updated: 01:29 PM, 5 June 2025
કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ગઈ કાલે એટલે કે બુધવારે જણાવ્યું કે કોઈપણ નિવૃત્ત વ્યક્તિને તેમની બાકી પેન્શન રકમ મેળવવા માટે આમથી તેમ વલખાં ન મારવા. ડૉ. સિંહે 13મી અખિલ ભારતીય પેન્શન અદાલતના આયોજનમાં આ ટિપ્પણી કરી હતી, જેમાં પેન્શનરો, અધિકારીઓ અને વિભાગના વડાઓ એક મંચ પર હતા.
ADVERTISEMENT
મંત્રીએ પેન્શન અદાલતને તાજેતરના વર્ષોમાં સૌથી વધુ લોકો-કેન્દ્રિત વહીવટી સુધારા તરીકે ગણાવતા કહ્યું કે, તે માત્ર ફરિયાદ નિવારણ માટેનું એક પ્લેટફોર્મ નથી પણ સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક પણ છે કે કોઈ પણ અવાજ સાંભળ્યા વગરની ના રહે. સિંહે વહીવટી પ્રોસેસમાં સંવેદનશીલતા અને કાર્યક્ષમતા કેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને પેન્શન ફરિયાદોના સમયસર નિરાકરણની હિમાયત પણ કરી હતી.

ADVERTISEMENT
તેમને વધુમાં જણાવ્યું કે, પેન્શનની બાબતોમાં અસરકારક ઉકેલો ફક્ત પ્રતિક્રિયાત્મક જ નહીં, પણ પૂર્વાનુમાનીત પણ હોવા જોઈએ, જે ટેકનોલોજી દ્વારા સમર્થિત અને માનવીય સંવેદનશીલતા દ્વારા સંચાલિત હોવા જોઈએ. ડૉ. સિંહે એવા પેન્શનરો સુધી પહોંચ વધારવા વિશે વાત કરી જેઓ કોર્ટમાં ફિઝીકલી હાજર રહી શકતા નથી, અને તેના માટે ડિજિટલ સાધનોનો સક્રિય રીતે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જેમાં એમ પણ કહેવાયુ કે, કેન્દ્રીયકૃત પેન્શન ફરિયાદ નિવારણ પ્રણાલીને વાસ્તવિક સમયમાં ટ્રેક કરવી અને તેનો લાભ લેવો એ સમયની માંગ છે.
તેમને અધિકારીઓને આગ્રહ કર્યો કે તેઓ પેન્શનરોને ફક્ત લાભાર્થી ન ગણે પરંતુ તેમને 'વહીવટી પરિવારના સન્માનિત સભ્યો' તરીકે જુએ. સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે નાગરિકોને લાગે છે કે તેમનું સાંભળવામાં આવી રહ્યું છે અને તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમનો સરકારમાં વિશ્વાસ વધે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કર્મચારી મંત્રાલયના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2017 થી 12 પેન્શન અદાલતો યોજાઈ છે, જેમાં કુલ 25,416 કેસ લેવામાં આવ્યા હતા. તેમાંથી 18,157 કેસોનો સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.