ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / તમારા કામનું / mAadhaar એપ બંધ! તો શું એકાઉન્ટને કોઇ અન્ય App પર શિફ્ટ કરવું પડશે
Last Updated: 09:08 AM, 3 June 2026
ADVERTISEMENT
Features of New Aadhaar App: તાજેતરમાં UIDAI એ જૂની એમઆધાર એપ બંધ કરવાનો નિર્ણય લીધો છે, અને હવે તેને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. એ નોંધનીય છે કે તમારે તમારા જૂના mAadhaar ને નવી એપમાં ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. તમે તેનો ઉપયોગ નવા વપરાશકર્તા તરીકે કરી શકો છો. mAadhaar એપની તુલનામાં તમને આમા ઘણા ફીચર્સ મળે છે.
ADVERTISEMENT
2009 માં શરૂ થયેલ આધાર આજે વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ છે. રિપોર્ટસ અનુસાર તેના હેઠળ 144 કરોડથી વધુ આધાર નંબર જારી કરવામાં આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને UIDAI એ જૂની mAadhaar એપ બંધ કરી દીધી અને એક નવી, વધુ અદ્યતન એપ બહાર પાડી. તેનું ફુલ વર્જન તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યું. આ નવી એપ માત્ર આધારને પેપરલેસ જ નહીં પરંતુ આધાર સંબંધિત માહિતી પર વધુ નિયંત્રણ પણ કરે છે. જો કે આનાથી એ પ્રશ્ન પણ ઉભો થાય છે કે શું જૂના એમઆધાર એકાઉન્ટને નવી એપમાં ટ્રાન્સફર કરવાની જરૂર છે, અને નવી એપ કઈ સુવિધાઓ પુરી પાડે છે?
નોંધનીય છે કે તમે નવી આધાર એપનો ઉપયોગ નવા વપરાશકર્તા તરીકે કરી શકો છો, અને તમારા જૂના mAadhaar એપ એકાઉન્ટને તેની સાથે લિંક કરવાની જરૂર નથી. નવી એપ તમને તમારા આધારને ડિજિટલી શેર કરવાની અને તમારા નામ અને સરનામા સંબંધિત ભૂલોને સુધારી પણ શકો છો. તમે તમારા આધારને સુરક્ષિત રાખવા માટે આ નવી એપ પર બાયોમેટ્રિક લોક પણ સેટ કરી શકો છો.
ADVERTISEMENT
નવી એપ mAadhaar કરતાં શા માટે સારી
mAadhaar એપ બંધ થયા પછી UIDAI ની એક માત્ર એપ આધાર છે. તે ઘણી રીતે જૂની એપ કરતાં શ્રેષ્ઠ છે. જૂની mAadhaar એપમાં લોગિન માટે એસએમએસ આધારિત ઓટીપી અને પીનનો ઉપયોગ થતો હતો. નવી એપ ફેસ ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક લોક/અનલોકિંગ જેવી અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરીને સુરક્ષામાં વધારો કરાયો છે.
ADVERTISEMENT
નવી આધાર એપમાં માસ્ક્ડ આધાર અને QR કોડ આધારિત પસંદગીયુક્ત શેરિંગની સુવિધા છે. આ તમને તમારી આધાર માહિતી પર વધુ સારું નિયંત્રણ આપે છે અને તમને ફક્ત તમને જોઈતી માહિતી શેર કરવાની મંજૂરી આપે છે.
શું મારે મારું જૂનું એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની જરૂર પડશે?
ADVERTISEMENT
લોકો વિચારી રહ્યા છે કે શું તેમને તેમના જૂના mAadhaar એપ એકાઉન્ટને UIDAI ની નવી આધાર એપમાં ટ્રાન્સફર કરવાની જરૂર પડશે? જવાબ છે ના. તમે નવા આધાર એપમાં નવા યુઝર તરીકે લોગ ઇન કરી શકો છો અને તમારા આધાર નંબર અને બાયોમેટ્રિક ઓળખનો ઉપયોગ કરીને લોગ ઇન કરી શકો છો.
તમને આ એપમાં QR કોડના રૂપમાં તમારો આધાર મળશે, જેને તમે ડિજિટલી શેર કરી શકો છો. તમે આ એપનો ઉપયોગ તમારા આધાર કાર્ડ પર તમારું નામ અને સરનામું સુધારવા માટે પણ કરી શકો છો. કોઈપણ ભારતીય નાગરિક આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કામની વાત / કન્ફર્મ ટિકિટ છતાં સીટ નથી તો હવે રેલવે 20,000 વળતર ચૂકવશે, જાણો તમારા અધિકારો
ADVERTISEMENT
નવી આધાર એપમાં બીજી કઈ સુવિધાઓ?
નવી આધાર એપની અન્ય સુવિધાઓ વિશે વાત કરીએ તો તમે નવી આધાર એપ પર ફક્ત એક નહીં પરંતુ પાંચ પ્રોફાઇલ ઉમેરી શકો છો. જો કે, તે બધા તમારા મોબાઇલ નંબર સાથે લિંક હોવા જોઈએ. આ કિસ્સામાં, તમે તમારા બાળકોના આધાર કાર્ડ તમારા પોતાના ફોનમાં રાખી શકો છો. વધુમાં બાયોમેટ્રિક્સને લોક અથવા અનલોક કરવાનો વિકલ્પ નવી આધાર એપની હોમ સ્ક્રીન પર પણ મળી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ