બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કન્ફર્મ ટિકિટ છતાં સીટ નથી તો હવે રેલવે 20,000 વળતર ચૂકવશે, જાણો તમારા અધિકારો
Last Updated: 04:37 PM, 2 June 2026
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા યાત્રીઓના અધિકારોને લઇ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં બિહારની એક ગ્રાહક અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં રેલવેને ચાર મુસાફરોને વ્યાજ સાથે ટિકિટ ભાડું પરત કરવાનું અને તેને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યું. કોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે, કન્ફર્મ ટિકિટ હોવા છતાં, મુસાફરોને તેમની સીટ મળી ન હતી.
ADVERTISEMENT
આખરે શું છે મામલો ?
ઉત્તર પ્રદેશના વિંધ્યાચલથી બિહારના આરા સુધી મુસાફરી કરી રહેલા ચાર મુસાફરોએ LTT-પટણા એક્સપ્રેસમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવી હતી. ચારેય મુસાફરો ટ્રેનમાં ચઢતાની સાથે જ તેમને ખબર પડી કે રેલવે કર્મચારીઓ તેમની સીટો પર કબજો જમાવી રહ્યા છે. આ સાથે યાત્રીઓ દ્વારા સીટો ખાલી કરવા માટે વારંવાર વિનંતી કરવા છતાં મુસાફરોને તેમની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી ન હતી.
ADVERTISEMENT

ગુસ્સે ભરાયેલા મુસાફરોએ રેલ્વે હેલ્પલાઇન, 'રેલ્વે સેવા' અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફરિયાદો નોંધાવી હતી. જોકે, સમગ્ર મુસાફરી દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. સાથે જ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે બક્સર સ્ટેશન પર ટીટીઈએ પણ - ભીડનો હવાલો આપીને તેમને આખી મુસાફરી ઉભા રહીને પૂર્ણ કરવાની સૂચના આપી હતી.
ADVERTISEMENT
અદાલતનો નિર્ણય અને વળતર
ગ્રાહક આયોગે જણાવ્યું હતું કે, રેલ્વે તેની વચનબદ્ધ સેવાઓ પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે મુસાફરોને માત્ર માનસિક તકલીફ જ નહીં પરંતુ શારીરિક અને નાણાકીય મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ કોર્ટે રેલ્વેને 60 દિવસની અંદર ચુકવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં તેમને માનસિક અને શારીરિક તકલીફ માટે વળતર તરીકે 20,000 રુપિયા અને કાનૂની ખર્ચ માટે 15,000 રુપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Insta યુઝર્સ એલર્ટ! હેકર્સથી બચીને રહેજો, Meta AIનો થઇ રહ્યો છે મિસયુઝ
તેવી સ્થિતિમા શું કરી શકે યાત્રી?
ADVERTISEMENT
જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોય અને કોઈ તમારી સીટ પર કબજો કરી લે, તો તમે તરત જ 'રેલ મદદ' એપ, ઓફિશિયલ રેલ્વે વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો. જો આ ચેનલો દ્વારા તમારી ફરિયાદનું નિરાકરણ ન આવે, તો તમે ફરિયાદ નોંધાવવા અને તમારા અધિકારો દાવો કરવા માટે ગ્રાહક અદાલતનો પણ સંપર્ક કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.