બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / અમદાવાદ સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે

Last Updated: 06:56 AM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે 22 જુલાઈથી આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા અને તોફાની પવનને કારણે હાઈ વેવ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

1/5

photoStories-logo

1. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે 22 જુલાઈથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

આજે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વરસાદ યથાવત રહેવાની શક્યતા

હવામાન વિભાગે 23થી 27 જુલાઈ દરમિયાન પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. નવસારીથી લઈને અમદાવાદ અને મહેસાણા સુધીના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે કચ્છ, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતના દરિયાકાંઠે 3.6 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ઝાપટામાં

દરિયામાં સક્રિય દબાણને કારણે અનેક બંદરો પર 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ઝાપટામાં 65 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે જખૌથી લઈને દહેજ અને મગદલ્લા સુધીના બંદરો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Alert Ahmedabad Weather Gujarat Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ