ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / Insta યુઝર્સ એલર્ટ! હેકર્સથી બચીને રહેજો, Meta AIનો થઇ રહ્યો છે મિસયુઝ
Last Updated: 12:42 PM, 2 June 2026
ADVERTISEMENT
મેટાએ તેના મેટા એઆઈ આસિસ્ટન્ટને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક સહિત તેના તમામ પ્લેટફોર્મમાં ઇંટીગ્રેટ કર્યું છે. હવે હેકર્સ તેનો દુરુપયોગ કરી મેટાના પોતાના પ્લેટફોર્મને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના એક કિસ્સામાં એવું બહાર આવ્યું છે કે હેકર્સે મેટાના એઆઈ ટૂલનો ઉપયોગ ઇન્સ્ટાગ્રામ પર ઘણા હાઇ-પ્રોફાઇલ એકાઉન્ટ્સ હેક કરવા માટે કર્યો હતો. આ એકાઉન્ટ્સમાં બરાક ઓબામાના રાષ્ટ્રપતિ દરમિયાન બનાવેલ વ્હાઇટ હાઉસ હેન્ડલ અને અમેરિકી સ્પેસ ફોર્સના વરિષ્ઠ અધિકારીનું એકાઉન્ટ પણ શામેલ છે. માહિતી પ્રકાશમાં આવ્યા પછી મેટાએ આ સમસ્યાને ઠીક કરી છે.
ADVERTISEMENT
આ મુદ્દો કેવી રીતે પ્રકાશમાં આવ્યો?
અહેવાલો અનુસાર હેકર્સે મેટાના એઆઈ ટૂલનો ઉપયોગ તેમના નિયંત્રણ હેઠળના ઇમેઇલ સરનામાં પર પાસવર્ડ રીસેટ કોડ મોકલવા માટે કર્યો હતો. આનાથી તેઓ યુઝરના ડિવાઇસમાં હેકિંગ કર્યા વિના એકાઉન્ટ્સ ઍક્સેસ કરી શક્યા. ડાર્ક વેબ ઇન્ફોર્મર અને ZachXBT નામના સિક્યોરીટી રિસર્ચરએ આ ખામી સૌથી પહેલા ઉજાગર કરી. ત્યારબાદ ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને રેડિટ પર અસંખ્ય વપરાશકર્તાઓએ સમાન એકાઉન્ટ ટેકઓવરની જાણ કરી.
ADVERTISEMENT
હેકર્સે મેટા એઆઇને કેવી રીતે મૂર્ખ બનાવ્યા?
હેકર્સે માલવેર કે ફિશિંગ સ્કૈમનો સહારો લેવાને બદલે મેટા એઆઇના પોતાના એઆઇ સહાયકને મૂર્ખ બનાવ્યા. પહેલા હેકર્સએ વીપીએનનો ઉપયોગ કરીને તેઓએ એવું ડોળ કર્યો કે તેઓ જે એકાઉન્ટમાં લોગ-ઇન કરી રહ્યા છે. જ્યા એકાઉન્ટને તેઓ ટારગેટ કરવાનું હતુ, આ પછી ઇન્સ્ટાગ્રામના લોગિન પેજ પર ગયા અને "પાસવર્ડ ફોરગેટ" વિકલ્પ પસંદ કર્યો. ત્યાંથી તેમને મેટા એઆઇ સપોર્ટ ફીચર પર રીડાયરેક્ટ કરવામાં આવ્યા, જ્યાં તેઓએ મેટા એઆઇ સાથે વાતચીત કન્વર્સેશન શરૂ થઇ ગયુ. એઆઇ ચેટબોટ સાથે વાત કરતી વખતે હેકર્સે ખાસ ડિઝાઇન કરેલા પ્રોમ્પ્ટનો ઉપયોગ કર્યો અને મેટા એઆઇને વિક્ટિમના એકાઉન્ટમાં એક નવું ઇમેઇલ સરનામું ઉમેરવા વિનંતી કરી. એકવાર વિનંતી સ્વીકારાઈ ગયા પછી એક ચકાસણી કોડ મોકલવામાં આવ્યો. હેકર્સ નવા ઇમેઇલ સરનામાંને નિયંત્રિત કરતા હોવાથી તેઓએ આ કોડનો ઉપયોગ કરી એકાઉન્ટ ટેક-ઓવર કરી લીધુ.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ જાણી લેજો / ગુજરાતના આ જિલ્લાને મળ્યો નવો GJ-40 RTO કોડ, ફાવી ગયા વિસ્તારના નાગરિકો
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામે કહ્યું કે સમસ્યાને ઠીક કરી હોવાની વાત
ઇન્સ્ટાગ્રામ તરફથી આ ઇશ્યુને ફિક્સ કરી દેવાયો છે. મેટાના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે સુરક્ષા ખામીને દૂર કરવામાં આવી છે અને અસરગ્રસ્ત એકાઉન્ટ્સને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. કંપનીએ આ રીતે કેટલા એકાઉન્ટ્સને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા તે જાહેર કર્યું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT