બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:26 AM, 22 July 2026
1/6
હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મધ્ય ભારત, પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
2/6
ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, બિહાર, ઝારખંડ, હરિયાણા, કેરળ, ઓડિશા સહિત કુલ 18 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં 30થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે.
3/6
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે 22 જુલાઈથી આગામી કેટલાક દિવસો સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા અને તોફાની પવનને કારણે હાઈ વેવ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે 22 જુલાઈથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જ્યારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
4/6
5/6
ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા, મથુરા, બરેલી, પ્રયાગરાજ, ઝાંસી, ચિત્રકૂટ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર થયું છે. બીજી તરફ બિહારમાં પટણા, રોહતાસ, નવાદા, કેમૂર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે આંધળીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
6/6
ઉત્તરાખંડમાં દેહરાદૂન, નૈનિતાલ, ચમોલી, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, સોલન અને અન્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને માર્ગ અવરોધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે હોવાથી પ્રવાસીઓ અને સ્થાનિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ