ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:08 PM, 1 October 2025
ADVERTISEMENT
ઋષભ શેટ્ટીએ કમબેક કર્યું છે. તેની આગામી ફિલ્મ, "કાંતારા ચેપ્ટર 1," 2જી ઓક્ટોબરે રિલીઝ થશે, જે વરુણ ધવનની "સની સંસ્કારી કી તુલસી કુમારી" સાથે ક્લેશ કરશે. જોકે, એડવાન્સ બુકિંગમાં, ઋષભ શેટ્ટી અને વરુણ ધવનનો કોઈ મુકાબલો નથી. સાઉથ એક્ટર આગળ નીકળી ગયો છે.
ADVERTISEMENT
બ્લોક સીટ સાથે ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ₹18.95 કરોડની કમાણી કરી લીધી છે. પણ આટલી કમાણી પૂરતી છે? રિલીઝ પહેલા જ "કાંતારા" ને મોટો ઝટકો કેમ લાગ્યો?
ADVERTISEMENT
ફિલ્મના ટ્રેલરને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. એક ન્યૂઝ વેબસાઇટે રિપોર્ટ આપ્યો છે જેમાં નિર્માતાઓએ 1લી ઓક્ટોબરે "કાંતારા ચેપ્ટર 1" ના પ્રીમિયર શો યોજવાનું આયોજન કર્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ તે કેમ રદ કરવામાં આવ્યા?તેનું કારણ હવે જાહેર થયું છે.

ADVERTISEMENT
નવા રિપોર્ટ પ્રમાણે નિર્માતાઓએ પ્રીમિયર શોનું આયોજન કર્યું હતું.પરંતુ સરખો રિસપોન્સ ન મળતાબધા શો રદ કરવામાં આવ્યા છે.આ દરમિયાન ડિસ્ટ્રબ્યુટર્સે 2જી ઓક્ટોબરે સવારથી ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ ભાગમાં બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળતા મળી હતી. જેમાં સારી કમાણી થઈ હતી.પરિણામે આ વખતે ઋષભ શેટ્ટીની ફિલ્મનું બજેટ વધારવામાં આવ્યું છે.જોકે,હવેએવું લાગે છે કે ફિલ્મને અપેક્ષિત પ્રતિસાદ મળી રહ્યો નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'All that glitters...', જુઓ શું કહે છે ઋષભ શેટ્ટીની ફિલ્મ 'Kantara Chapter 1'નો ફર્સ્ટ રિવ્યૂ
ADVERTISEMENT
ફિલ્મની હિન્દીમાં અત્યાર સુધીમાં 57,000 ટિકિટ વેચાઈ છે. એડવાન્સ બુકિંગથી એક કરોડ 81 લાખથી વધુ કમાણી થઈ છે. જો કે નવા મીડિયા રિપોર્ટ પ્રમાણે હિન્દીમાં પ્રી-રિલીઝ વેચાણ ઓછું છે. ટ્રેડ એનાલિસ્ટનું અનુમાન હતું કે ફિલ્મ જોરદાર હશે જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટકની બહાર કલેક્શન ઓછું રહેશે પ્રભાસે તેલુગુ વર્ઝનનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. જુનિયર એનટીઆરે પ્રી-રિલીઝ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આંધ્ર પ્રદેશમાં પણ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ફિલ્મ કેવી ચાલે છે.
ADVERTISEMENT
ઋષભ શેટ્ટીની ફિલ્મની કમાણી ભલે ઓછી હોય, વરુણ ધવનને હિન્દીમાં સખત ટક્કરનો સામનો કરવો પડશે.કાંતારા ચેપ્ટર 1 ને હાલમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.તે નિર્માતાઓની અપેક્ષા કરતાં ઓછો હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT