ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / 'All that glitters...', જુઓ શું કહે છે ઋષભ શેટ્ટીની ફિલ્મ 'Kantara Chapter 1'નો ફર્સ્ટ રિવ્યૂ

મનોરંજન / 'All that glitters...', જુઓ શું કહે છે ઋષભ શેટ્ટીની ફિલ્મ 'Kantara Chapter 1'નો ફર્સ્ટ રિવ્યૂ

Published By: Priyankka Triveddi

Last Updated: 12:04 PM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષભ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Kantara: A Legend Chapter 1' આવતીકાલે એટલે કે 2 ઓકટોબર દશેરાના દિવસે રીલીઝ થઈ રહી છે. Kantara નો પહેલો ભાગ આવ્યો ત્યારથી જ દર્શકોના દિલમાં વસી ગઈ હતી અને લોકો તેના બીજા ભાગની રાહ જોઈને બેઠા હતા. એ વચ્ચે હવે આ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યુ વાંચી લો.

ADVERTISEMENT

Kantara Chapter 1 First Review: ઋષભ શેટ્ટીની Kantara Chapter 1 આવતીકાલે 2 ઓકટોબરના રોજ ગ્રાન્ડ સ્કેલ પર રીલીઝ થવા જઈ રહી છે. જેને આ ફિલ્મનો પહેલ્પ ભાગ જોયો છે તે દર્શકો બેસબ્રીથી બીજા ભાગની રાહ જોઈને બાથ હતા. આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું અને એ પછી તેના રિવ્યુ પણ સામે આવ્યા છે.

Kantara: A Legend Chapter 1: 'કાંતારા ચેપ્ટર 1' નો પહેલો રિવ્યૂ

. 'કાંતારા ચેપ્ટર 1' રિલીઝ થાય તે પહેલાં, એક તેલુગુ વેબસાઇટ પર એક રિવ્યૂ વાયરલ થયો હતો, જેમાં ફિલ્મને 'જોવી જ જોઈએ' કહેવામાં આવી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 'કાંતારા ચેપ્ટર 1' ઘણી રીતે અપેક્ષાઓ પર ખરી ઉતરી છે.એક રિપોર્ટ અનુસાર, 'કાંતારા ચેપ્ટર 1' ના દર્શકોએ ફિલ્મની રજૂઆતની પ્રશંસા કરી છે અને તેને 'કાંતારા' કરતા પણ વધુ સારી' ગણાવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, "કાંતારા ચેપ્ટર 1 ઉત્તમ છે, અને પહેલા ભાગમાં ઉઠાવવામાં આવેલા બધા પ્રશ્નો બીજા ભાગમાં દૂર કરવામાં આવ્યા હતા...! તે વધુ શાનદાર હતું." ફિલ્મની ટેકનિકલ સુવિધાઓની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. દર્શકોએ સંગીત, પૃષ્ઠભૂમિ સ્કોર અને સિનેમેટોગ્રાફીને બેસ્ટ ગણાવી છે.

Kantara Chapter 1 ' ને મળ્યો મિક્સ રિસ્પોન્સ

ફિલ્મ વિવેચક ઉમૈર સંધુએ X પર પોતાનો અભિપ્રાય પોસ્ટ કરતા લખ્યું, " ફર્સ્ટ રિવ્યુ: Kantara Chapter 1! જે ચમકે છે તે સોનું નથી! એક ઓવરરેટેડ અને વિચિત્ર ફિલ્મ." જોકે હજુ સુધી ઘણી સમીક્ષાઓ આવી નથી. તેથી ઋષભ શેટ્ટીની ફિલ્મનું વાસ્તવિક રેટિંગ 2 ઓક્ટોબરે જોવું પડશે.

વધુ વાંચો: VIDEO: દેશી ગર્લનો દેશી અવતાર, માંગમાં સિંદૂર લગાવી દુર્ગા પૂજામાં પહોંચી પ્રિયંકા ચોપરા

Vtv App Promotion

Kantara Chapter 1 એડવાન્સ બુકિંગ

કાંતારા ચેપ્ટર 1 માટે રિલીઝ પહેલાનો ઉત્સાહ ચરમસીમાએ છે. એક મીડિયા અહેવાલ અનુસાર રવિવારથી એડવાન્સ બુકિંગ શરૂ થયું હતું અને એક જ દિવસમાં ફિલ્મે 1.7 લાખથી વધુ ટિકિટો વેચી દીધી છે. જેનાથી 5.7 કરોડની પ્રી-સેલ આવક થઈ હતી. નોંધનીય છે કે 2022 માં રિલીઝ થયેલી "કાંતારા" એ તેના શરૂઆતના દિવસે માત્ર 2 કરોડની કમાણી કરી હતી. હકીકતમાં કાંતારા ચેપ્ટર 1 એ પહેલાથી જ ઋત્વિક રોશન-જુનિયર NTR ની "વોર 2" અને પવન કલ્યાણની "ધે કોલ હિમ ઓજી" જેવી મોટી ફિલ્મોના એડવાન્સ વેચાણને વટાવી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rishab Shetty 'Kantara: A Legend Chapter 1 Kantara Chapter 1 First Review

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ