ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / VIDEO: કાજોલ સાથે દુર્ગા પંડાલમાં અશ્લીલ હરકત, વીડિયો જોઈ ફેન્સ ભડક્યા

વાયરલ / VIDEO: કાજોલ સાથે દુર્ગા પંડાલમાં અશ્લીલ હરકત, વીડિયો જોઈ ફેન્સ ભડક્યા

Published By: Jinal Chauhan

Last Updated: 10:44 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ અભિનેત્રી કાજોલનો દુર્ગા પૂજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેને ખોટી રીતે સ્પર્શ કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને ચાહકો ગુસ્સે થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ADVERTISEMENT

બોલીવૂડ અભિનેત્રી કાજોલે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક દુર્ગા પૂજાની ઉજવણી કરી. વિજયાદશમીના દિવસે કાજોલ દુર્ગા પૂજાના પંડાલમાં જોવા મળી હતી. ત્યાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક માણસ કાજોલને ખોટી રીતે સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે.આ વીડિયો જોઈને ફેન્સ ગુસ્સે થયા છે અને સોશિયલ મીડિયામાં રિએક્શન આપી રહ્યા છે.

વિજયાદશમીના દિવસે કાજોલ સફેદ સાડી અને કપાળ પર બિંદી સાથે ખૂબ સુંદર લાગી રહી હતી.સોશિયલ મીડિયા પર કાજોલનો પંડાલમાંથી વીડિયો શેર થયો છે જેમાં લખ્યું છે “જ્યારે કાજોલને સિક્યુરિટીએ રોકી, ત્યારે તે ચોંકી ગઈ.”

કાજોલના વાયરલ વીડિયોમાં તે સીડીઓ પરથી નીચે ઉતરતી જોવા મળે છે. એ સમયે એક વ્યક્તિ તેના નજીક આવીને તેને ખોટી રીતે સ્પર્શ કરે છે. કાજોલ તરત જ ચોંકી જાય છે અને ગુસ્સાથી તેની તરફ જુએ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ નહોતો, પરંતુ કાજોલને ખોટી રીતે અડપલા કર્યા છે.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ કોમેડિયન મુનાવર ફારૂકીની હત્યાનું કાવતરું નિષ્ફળ, દિલ્હીમાં બે શૂટરોની ધરપકડ

વાઈરલ વીડિયોને લઈને લોકો સોશિયલ મીડિયામાં ભારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ સિક્યુરિટી નથી, આ તો ઠરકી અંકલ છે.” બીજાએ કહ્યું, “કાજોલ તેના સ્પર્શથી ચોંકી ગઈ, સિક્યુરિટીથી નહીં.” એક અન્ય યુઝરે લખ્યું, “આ માણસે ખરેખર કાજોલને ખોટી રીતે સ્પર્શ કર્યો છે

બીજા એક યુઝરે લખ્યું, “કાજોલને રોકવામાં આવી એટલે તે ચોંકી નહોતી ગઈ પણ એ માણસનો હાથ તેના સ્તનો પર હતો. તેથી જ તે ચોંકી ગઈ.”

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kajol misbehaved video Kajol Durga Puja Kajol viral video

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ