બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:18 PM, 7 October 2025
ઈરાન સરકાર તેના ચલણ રિયાલમાંથી ચાર શૂન્ય દૂર કરવાનો નિર્ણય કર્યો છે. એટલે હવે 10,000 રિયાલને 1 રિયાલ સમાન ગણવામાં આવશે. આ નિર્ણયથી પૈસાની ગણતરી સરળ બનશે અને મોંઘવારી વચ્ચે વ્યવહારો વધુ સરળતાથી થઈ શકશે.
ADVERTISEMENT
ઈરાનમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે દૂધ જેવી વસ્તુ ખરીદવા માટે પણ લોકો લાખો અને કરોડો રિયાલ ભરેલા નોટના કોથળા લઈને જાય છે.આ સમસ્યાને દૂર કરવા માટે ઈરાન સરકારએ એક નિર્ણય લીધો છે.ચલણમાંથી ચાર શૂન્ય દૂર કરવા જેવા, જેથી પૈસા ગણવાનું સરળ બને અને રોજબરોજના વ્યવહારો સરળ રીતે થઇ શકે.
ADVERTISEMENT
ઈરાન સરકારે પોતાનું ચલણ રિયાલ સરળ બનાવવા માટે નોટમાંથી ચાર શૂન્ય દૂર કરવાનો કાયદો પાસ કર્યો છે. એટલે હવે 10,000 રિયાલની નોટ માત્ર 1 રિયાલ તરીકે ગણાશે.આનો અર્થ એ થયો કે પૈસા ગણવું અને એકાઉન્ટિંગ કરવું ખૂબ સરળ બની જશે. ઉદાહરણ તરીકે, હાલ 1 ડોલરની કિંમત લગભગ 1,150,000 રિયાલ છે, પરંતુ ચાર શૂન્ય દૂર થયા પછી, એ માત્ર 115 રિયાલ જેટલી ગણાશે.
ADVERTISEMENT

ઈરાનના ચલણમાં ઘણા શૂન્ય હોવાના કારણે રોજ બરોજની ખરીદી અને વ્યવહારો ખુબ મુશ્કેલ બની ગયા હતા જેથી આ નિર્ણય લેવો પડ્યો છે.ફુગાવા એટલો વધ્યો હતો કે રિયાલની કિંમત ઘટી ગઈ અને લોકો નાની વસ્તુઓ માટે પણ લાખો રિયાલ ચૂકવી રહ્યા હતા. નાની ખરીદી માટે પણ નોટોના મોટાં બંડલ લેવાની જરૂર પડતી અને એકાઉન્ટિંગ કરવું મુશ્કેલ બની ગયું હતું.
ADVERTISEMENT
સરકારે આ સમસ્યાઓ દૂર કરવા માટે નોટમાંથી ચાર શૂન્ય દૂર કરવાનો નિર્ણય લીધો. એટલે હવે સંખ્યાઓ નાની અને વ્યવહારો સરળ બનશે, અને રિયાલની કીમતની ગણતરી પણ સરળ થઈ જશે.
આ પણ વાંચોઃ '...તો રશિયા-અમેરિકા વચ્ચેના સંબંધોનો અંત આવશે' રાષ્ટ્રપતિ પુતિનની ટ્રમ્પને ચેતવણી
ADVERTISEMENT
જૂની નોટો તાત્કાલિક બંધ નહીં થાય. સરકારે આ યોજના માટે આખુ પ્લાનિંગ કર્યું છે. જૂની નોટોને નવી નોટોમાં બદલવા માટે લોકોને ત્રણ વર્ષનો સમય મળશે. આ દરમિયાન જૂની અને નવી નોટો બંને ચલણમાં રહેશે.બેંકો ધીમે ધીમે જૂની નોટો પાછી લઈ નવી નોટો આપશે, જેથી કોઈને પણ તકલીફ ન થાય.
ADVERTISEMENT
ઈરાનમાં નોટમાંથી ચાર શૂન્ય દૂર કરવાના હોવા છતાં, વસ્તુઓ સસ્તી નહીં થાય. ફક્ત નોટો પરના આંકડા નાના થશે.ધારો કે તમારો પગાર 2,000,000 રિયાલ છે અને ખાંડ 1 કિલો 20,000 રિયાલની છે.જૂની નોટો મુજબ, તમે 2,000,000 રિયાલથી 100 કિલો ખાંડ ખરીદી શકશો.પણ હવે ચાર શૂન્ય દૂર કર્યા પછી, તમારો પગાર 200 રિયાલ આવશે અને ખાંડ 20 રિયાલમાં મળશે.
વેનેઝુએલાએ પણ આવો જ નિર્ણય લીધો છે.ઈરાન આવું કરનાર પહેલો દેશ નથી. વેનેઝુએલાએ અગાઉ ઓક્ટોબર 2021માં તેની ચલણી નોટોમાંથી છ શૂન્ય દૂર કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.