ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આખા વિશ્વમાં ભારત પર સૌથી મોટું મોબાઇલ અટેકનું જોખમ, આ એપ્સ ચોરી રહી છે તમારો ડેટા

ટેક્નોલોજી / આખા વિશ્વમાં ભારત પર સૌથી મોટું મોબાઇલ અટેકનું જોખમ, આ એપ્સ ચોરી રહી છે તમારો ડેટા

Published By: Nirav Kumar

Last Updated: 09:21 PM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ગયા વર્ષની સરખામણીમાં એન્ડ્રોઇડ માલવેરમાં ભયંકર વધારો થયો છે. જેમાં સ્પાયવેર અને બેંકિંગ ટ્રોજન સૌથી મોટી ચિંતાનું કારણ બન્યું છે. જેમાં હેકર્સ મોબાઇલ પેમેન્ટ ચોરી અને ડિવાઇસ ટ્રેકિંગ પર વધુ ફોકસ કરી રહ્યા છે. ગ્લોબલ મોબાઇલ અટેકમાં એકલા ભારતનો હિસ્સો 26% છે જે ગયા વર્ષ કરતા 38% વધુ છે.

ADVERTISEMENT

સાયબર ક્રાઈમને લઇ એક ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં ક્લાઉડ સિક્યુરિટી કંપની Zscalerના તાજેતરના રિપોર્ટ ThreatLabz 2025 Mobile, IoT અને OT Threat Report મુજબ, ભારતમાં અત્યાર સુધીમાં 40 મિલિયનથી વધુ ખતરનાક એન્ડ્રોઇડ એપ્સ ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર હતી અને સામાન્ય ટૂલ્સ તરીકે પોતાને રજૂ કરીને યુઝર્સ સાથે ફ્રોડ કરતી હતી.

આ રિપોર્ટ મુજબ, ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઇલ અટેકનું લક્ષ્ય બની ગયું  છે. જૂન 2024 થી મે 2025 વચ્ચે મોબાઇલ સાયબર એટેકમાં ખુબ વધારો થયો છે. Zscalerના મુજબ તેને 239 ખતરનાક એપ્સ ઓળખી કાઢી છે જે ફાઇલ મેનેજર, વર્ક ટૂલ્સ કે પર્ફોર્મન્સ બૂસ્ટરની આડમાં યુઝર્સના ફોનમાં ઘૂસી રહી હતી. આ એપ્સને લાખો વખત ડાઉનલોડ કરવામાં આવી છે ત્યાર બાદ ગૂગલે તેને પ્લે સ્ટોરમાંથી દૂર કરી છે.

  • ગ્લોબલ મોબાઇલ અટેકમાં ભારતનો હિસ્સો મોટો

આ રિપોર્ટ મુજબ ગયા વર્ષની સરખામણીમાં એન્ડ્રોઇડ માલવેરમાં ભયંકર વધારો થયો છે. જેમાં સ્પાયવેર અને બેંકિંગ ટ્રોજન સૌથી મોટી ચિંતાનું કારણ છે. હેકર્સ હવે કાર્ડ ફ્રોડની જગ્યાએ મોબાઇલ પેમેન્ટ ચોરી અને ડિવાઇસ ટ્રેકિંગ પર વધુ ફોકસ કરી રહ્યા છે. ગ્લોબલ મોબાઇલ અટેકમાં એકલા ભારતનો હિસ્સો 26% છે, જે ગયા વર્ષ કરતા 38% વધુ છે. ડિજિટલ પેમેન્ટ અને UPI સિસ્ટમની લોકપ્રિયતાના કારણે ભારત સાયબર ગુનેગારો માટે હાઈ વેલ્યુ ટાર્ગેટ બન્યું છે.

vtv app promotion
  • ઇન્ડસ્ટ્રી પણ ટાર્ગેટ પર

આ રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે હેકર્સ હવે માત્ર સામાન્ય યુઝર્સને જ નહીં પરંતુ મહત્વની ઇન્ડસ્ટ્રીને પણ નિશાન બનાવી રહ્યા છે. જેમાં એનર્જી ક્ષેત્રમાં સાયબર અટેકમાં 387% નો વધારો થયો છે. તો પ્રોડક્શન અને ટ્રાંસ્પોર્ટેશન ક્ષેત્રોમાં 40% થી વધુ IoT માલવેર કેસ નોંધાયા છે.

વધુ વાંચો : WhatsApp પર મળશે આ ખાસ સુવિધા, આ ફિચરથી બદલાશે ચેટિંગનો અંદાજ

  • કેવી રીતે રહેવું સુરક્ષિત
    ગુગલે ખતરનાક એપ હટાવી હોવા છતાં લાખો ડિવાઇસ પર હજુ પણ જોખમ છે. આથી એક્સપર્ટ અજાણ કે શંકાસ્પદ એપ્લિકેશનોને ડીલીટ કરવાની ભલામણ કરે છે. માત્ર Google Play Store પરથી એપ્લિકેશનો ડાઉનલોડ કરો. તમારા ફોનને અપડેટ રાખો અને હંમેશા Play Protect ઓન રાખો. વિશ્વસનીય મોબાઇલ સિક્યોરિટી એપનો ઉપયોગ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Attacks Mobile Attacks Android Malware

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ