બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / WhatsApp પર મળશે આ ખાસ સુવિધા, આ ફિચરથી બદલાશે ચેટિંગનો અંદાજ
Last Updated: 06:53 PM, 10 November 2025
WhatsApp તેમના યુઝર્સ માટે વખતો વખત નવા ફીચર્સ લઈને આવે છે. હવે WhatsApp નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. જેનાથી તમારે ટેલિગ્રામ કે સિગ્નલ જેવી અલગ મેસેજિંગ એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. કારણ કે તમે WhatsApp માં જ બીજા પ્લેટફોર્મ પર લોકો સાથે ચેટ કરી શકશો.
ADVERTISEMENT
મેટાની માલિકીની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન લાંબા સમયથી ક્રોસ-પ્લેટફોર્મ મેસેજિંગ પર કામ કરી રહી છે. જેથી હવે WABetaInfo ના અહેવાલ મુજબ, યુરોપિયન યુનિયનમાં કેટલાક યુઝર્સ માટે આ ફીચરનું બીટા વર્ઝન ટેસ્ટિંગ માટે આપવામાં આવ્યું છે. આ ફીચરના સાથે WhatsApp યુઝર્સ હવે એવા લોકોને મેસેજ મોકલી શકશે જેઓ થર્ડ પાર્ટી એપ્લિકેશનો (જેમ કે સિગ્નલ કે ટેલિગ્રામ) નો ઉપયોગ કરે છે. તેને એક્ટિવ કરવા માટે તમારે સેટિંગ્સ > એકાઉન્ટ > થર્ડ પાર્ટી ચેટ્સ પર જવું પડશે.
ADVERTISEMENT
WhatsApp ના આ નવા ઓપ્શનમાં યુઝર્સને મેસેજ, ફોટા, વીડિયો, વૉઇસ નોટ્સ અને ડોક્યુમેન્ટ મોકલવાની મંજૂરી મળશે. તમે તમારી ઇનકમિંગ ચેટ્સને Combined Inbox અને Separate Inbox એમ બે રીતે પણ ગોઠવી શકો છો. જેમાં Combined Inbox માં બધા WhatsApp અને થર્ડ પાર્ટી ચેટ્સ એકસાથે દેખાશે. તો Separate Inboxમાં થર્ડ પાર્ટી ચેટ્સ માટે એક અલગ ફોલ્ડર બનાવવામાં આવશે.
ADVERTISEMENT

પરંતુ આ ફીચર સ્ટેટસ અપડેટ્સ, સ્ટીકરો કે ડિસપિયરીન્ગ મેસેજ જેવી સુવિધાઓ નહીં આપે. વધુમાં તમે જેને WhatsApp પર બ્લોક કર્યા છે તેઓ આ થર્ડ પાર્ટી એપ્લિકેશનો દ્વારા તમારો સંપર્ક કરી શકશે.
ADVERTISEMENT
યુઝર્સ પાસે તે પસંદ કરવાનો ઓપ્શન હશે કે તેઓ થર્ડ પાર્ટી એપ્લિકેશનોમાંથી ચેટ રિકવેસ્ટ માટે તાત્કાલિક નોટિફિકેશન પ્રાપ્ત કરવા માંગે છે કે પછીથી તેનું રીવ્યુ કરવા માંગો છે. જોકે WhatsAppનો દાવો છે કે તે થર્ડ-પાર્ટી ચેટ્સનું કન્ટેન્ટ વાંચી શકશે નહીં, આ એપ્લિકેશન્સમાં અલગ અલગ ડેટા સિક્યોરિટી પોલીસી હશે. આ ચેટ્સ હજુ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સિક્યોર રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સૌથી મહત્વની બાબત એ છે કે આ ફીચર સંપૂર્ણપણે ઓપ્શનલ રહેશે. મતલબ કે, જો તમે ઈચ્છો તો તમે તેને બંધ કરી શકો છો અને WhatsApp પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. રિપોર્ટ્સ અનુસાર, આ ફીચરની શરૂઆત 2026 માં યુરોપિયન યુનિયનમાં થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.