ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / in Cambodia a giant stingray fish was caught fisherman rescue and release them

OMG! / ગજબ થઈ ગયો! અહીં મળી આવી દુનિયાની સૌથી મોટી માછલી, વજન જાણીને પરસેવો છૂટી જશે

Published By: MayurN

Last Updated: 07:37 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુર્લભ જીવો વધુ પડતા દરિયામાંથી જોવા મળે છે. ત્યારે કંબોડિયામાં મેકાંગ નદીમાંથી એક માછલી મળી આવી છે. જેને લઈને ઘણા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

  • નદીમાંથી મળી વિશાળકાય માછલી 
  • ટેગ લગાવીને ફરીથી પાણીમાં છોડી મૂકી 
  • ટેગથી તેમના વિશે વિસ્તૃત માહિતીમાં મદદ થશે 

નદીમાંથી મળી 300 કિલોની માછલી
મેકાંગ નદીમાંથી દુનિયાની સૌથી મોટી તાજા પાણીની માછલી પકડાઈ છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સ્ટિંગરેનું વજન 661 પાઉન્ડ એટલે કે લગભગ 300 કિલોગ્રામ છે. તમે કલ્પના કરી શકો છો કે તે કેટલી ભારે હશે. તેનું વજન એટલું વધારે હતું કે તેને બહાર કાઢવા માટે ઘણા લોકોને મહેનત કરવી પડી હતી. આ માછલીનું નામ 'બોરામી' છે, જેનો અર્થ પૂર્ણ ચંદ્ર થાય છે. તેને આ નામ તેના બલ્બ જેવા આકારને કારણે આપવામાં આવ્યું છે. 4 મીટરની આ માદાને ઇલેક્ટ્રોનિકલી ટેગ લગાવ્યા બાદ નદીમાં પાછી છોડી દેવામાં આવી હતી.

 

મોનિટરીંગ માટે લગાવ્યું ટેગ
ટેગ લગાવ્યા બાદ વૈજ્ઞાનિકો માછલીના વ્યવહાર પર નજર રાખી શકશે. જે લોકોને સમુદ્રમાં કે તેમના રહસ્યોમાં રસ છે તેમના માટે આ સમાચાર ખરેખર આનંદદાયક રહેશે. આ પહેલા 2005 માં 645 પાઉન્ડ વજનની કેટફિશ પકડાઈ હતી અને તે થાઈલેન્ડમાંથી મળી આવી હતી. રિવર કમિશનના જણાવ્યા અનુસાર મેકોંગ વિશ્વમાં ત્રીજા નંબરની નદી છે જેમાં માછલીની સૌથી વધુ વિવિધતા ધરાવે છે.

સ્ટિંગરે ખુબ નાજુક હોય છે
માછીમારી, પ્રદુષણ, મીઠા પાણીની સમસ્યાના કારણે સ્ટોકમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નદીના રક્ષણ સહિતના સંરક્ષણનાં પગલાં છતાં, સ્ટિંગરે જેવી નાજુક માછલીઓ માટે માછલીઓના સામૂહિક મૃત્યુ સહિતની અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમવું શક્ય નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Animals Cambodia fisherman stingray viral photo Viral Photo

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ