ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:45 AM, 4 October 2025
ADVERTISEMENT
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેની ફીમાં ભારે વધારો કર્યો છે.હવે નવી H-1B વિઝા અરજી માટે ₹8.8 મિલિયન ફી ભરવી પડશે. નવા નિયમ સામે શુક્રવારે અમેરિકામાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આરોગ્યકર્મીઓ, ધાર્મિક સંસ્થાઓ, યુનિવર્સિટી પ્રોફેસરો અને અન્ય જૂથોએ H-1B વિઝા મામલે ફેડરલ કોર્ટમાં કેસ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે આ નવી યોજનાએ નોકરીયાત, કર્મચારીઓ અને ફેડરલ એજન્સીઓને મુશ્કેલીમાં મૂકી રહી છે.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 19 સપ્ટેમ્બરે H-1B વિઝા ફી વધારતી નવી યોજના પર હસ્તાક્ષર કર્યા હતા. તેમનો દાવો છે કે H-1B વિઝા પ્રોગ્રામનો ગેરઉપયોગમાં થઈ રહ્યો છે.આ આદેશ 36 કલાકમાં અમલમાં આવવાનો હતો જેથી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
ADVERTISEMENT
સાન ફ્રાન્સિસ્કોના ફેડરલ કોર્ટમાં દાખલ કેસમાં જણાવ્યું છે કે H-1B વિઝા પ્રોગ્રામ અમેરિકામાં ડૉક્ટર,શિક્ષક અને અન્ય મહત્વપૂર્ણ કામદારોની નિમણૂક માટે જરૂરી છે.આ વિઝા દેશની નવીનતા અને આર્થિક વિકાસમાં મદદ કરે છે.
ડેમોક્રેસી ફોરવર્ડ ફાઉન્ડેશન અને જસ્ટિસ એક્શન સેન્ટરે દલીલ કરી કે વિઝા વગર, હોસ્પિટલોમાં ડૉક્ટર નહીં રહે, ચર્ચોમાં પાદરીઓ નહીં રહે, શાળાઓમાં શિક્ષકો નહીં મળી શકે અને ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાશે. તેમણે કોર્ટને વિનંતી કરી છે કે આ નવો આદેશ તરત રોકવામાં આવે અને નોકરીયાતો અને કર્મચારીઓ માટે સ્થિતિ સામાન્ય કરવામાં આવે.
ADVERTISEMENT
H-1B વિઝા કાર્યક્રમના વિરોધીઓનો દાવો છે કે આ વિઝા પ્રોગ્રામથી અમેરિકન કામદારોની જગ્યાએ સસ્તા વિદેશી કામદારો આવે છે. કોંગ્રેસનો આ વિઝા પ્રોગ્રામ શરૂ કરવા પાછળનો હેતું એ હતો કે ટેક કંપનીઓ અમુક પોઝિશન માટે સારા કુશળ વિદેશી કામદારોને નોકરીએ રાખી શકે.
આ પણ વાંચોઃ જો ગાઝા પ્લાન નકારશો તો તબાહી મચાવીશું...' ડોનાલ્ડ ટ્રમ્પનું હમાસને બે દિવસનું અલ્ટીમેટમ
ADVERTISEMENT
કેસ મુજબ, લગભગ એક તૃતીયાંશ H-1B કામદારો નર્સ, શિક્ષક, ડૉક્ટર, પાદરી અને ધાર્મિક કર્મચારી તરીકે કામ કરે છે. વિરોધીઓ કહે છે કે આ વિઝા હેઠળ કામ કરનારા વિદેશી કામદારો વાર્ષિક લગભગ $60,000 કમાય છે, જ્યારે અમેરિકન ટેક કામદારો $100,000 કે તેથી વધુ કમાય છે.
ADVERTISEMENT
અત્યાર સુધી, H-1B વિઝા લોટરી સિસ્ટમથી આપવામાં આવે છે. આ વર્ષે, સિએટલમાં એમેઝોનને સૌથી વધુ (10,000 થી વધુ) વિઝા મળ્યા છે, ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી, માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ છે. હાલ કેલિફોર્નિયામાં H-1B કામદારોની સંખ્યા સૌથી વધારે છે.
H-1B વિઝા કાર્યક્રમના વિરોધીઓનો દાવો છે કે આ કાર્યક્રમ ઘણી વખત અમેરિકન કામદારોની જગ્યાએ સસ્તા વિદેશી કામદારો લાવે છે. કોગ્રેસે આ વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો હતો કે જેથી ટેક કંપનીઓ મુશ્કેલ નોકરીઓ માટે ઊચ્ચ કુશળ વિદેશી કામદારોને આકર્ષી શકે.
કેસ મુજબ, લગભગ એક તૃતીયાંશ H-1B કામદારો નર્સ, શિક્ષક, ડૉક્ટર, પાદરી અને ધાર્મિક કર્મચારી તરીકે કામ કરે છે. વિરોધીઓ કહે છે કે આ વિઝા હેઠળ કામ કરનારા વિદેશી કામદારો વાર્ષિક લગભગ $60,000 કમાય છે, જ્યારે અમેરિકન ટેક કામદારો $100,000 કે તેથી વધુ કમાય છે.

એસોસિએશન ઓફ અમેરિકન યુનિવર્સિટી પ્રોફેસર્સે કહ્યું હતું કે, એક લાખ ડોલર ફી લાગુ કરવાથી પ્રતિભાશાળી લોકો યુનાઇટેડ સ્ટેટ્સમાં આવશે નહીં.
યુનાઇટેડ ઓટોમોબાઇલ, એરોસ્પેસ અને કૃષિ કામદારોના પ્રાદેશિક ડિરેક્ટર માઇક મિલરે કહ્યું કે ટ્રમ્પની યોજના વૈજ્ઞાનિક કુશળતા અને મહેનત કરતા વધુ પૈસા અને સંબંધોને મહત્વ આપે છે.
ડેમોક્રેસી ફોરવર્ડના પ્રમુખ સ્કાય પેરીમેને કહ્યું કે, આ ભારે ભરખમ ફી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને ગેરકાયદે છે.
વ્હાઇટ હાઉસની પ્રવક્તા એબીગેઇલ જેક્સે તંત્રનો બચાવ કરતા કહ્યું કે, આ આદેશ કાયદાકીય રીતે કરાયો છે.તેમણે જણાવ્યું કે આ નિર્ણય કંપનીઓને સિસ્ટમનો દુરુપયોગ કરીને અમેરિકન કર્મચારીઓની પગાર ઘટાડતા રોકવા માટે લેવામાં આવ્યો છે.

H-1B વિઝા અમેરિકન નોકરીયાતો ટેકનોલોજી, હેલ્થ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિદેશી નિષ્ણાતોને નોકરી પર રાખવાની તક આપે છે. ટેક કંપનીઓ વિદેશી કર્મચારીઓ લાવવા માટે આ વિઝા પર નિર્ભર રહે છે.
દર વર્ષે 65,000 વિઝા આપવામાં આવે છે, જેમાં વધારાના 20,000 એડવાન્સ ડિગ્રી ધરાવનાર ઉમેદવાર માટે રાખવામાં આવે છે. આ વિઝા સામાન્ય રીતે 3 થી 6 વર્ષ માટે માન્ય હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Nigeria Military Plane Crash / નાઈજીરિયાના ઓન્ડોમાં મિલિટરી ATR-42 વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ સહિત તમામ 32 લોકોનાં મો*ત
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT