બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / ગુજરાતમાં પ્રદેશ પ્રમુખપદે આ નેતા જેટલો ટેન્યોર કોઇએ ભોગવ્યો નથી, 7 વર્ષ સુધી પદ પર રહ્યા

ઈનસાઈડ સ્ટોરી / ગુજરાતમાં પ્રદેશ પ્રમુખપદે આ નેતા જેટલો ટેન્યોર કોઇએ ભોગવ્યો નથી, 7 વર્ષ સુધી પદ પર રહ્યા

Gautam Purohit

Last Updated: 12:42 PM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભાજપના 14મા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ હાથવેંતમાં, સીઆર પાટીલે પાંચ વર્ષ કરતાં વધુ સમય આ પદ નિભાવ્યું છે.

Gandhinagar : ગુજરાત ભાજપમાં “ન ભૂતો ન ભવિષ્યતિ”- ની જેમ પાર્ટીના સિનિયર નેતા રાજેન્દ્રસિંહ રાણા જેટલો ટેન્યોર કોઇપણ રાજનેતાએ ભોગવ્યો નથી. અનેક અટકળો અને ચર્ચાઓના અંતે દશેરાના દિવસે ઘોડું દોડ્યું છે. એક-બે દિવસમાં ભાજપના 14મા પ્રદેશ પ્રમખની નિયુક્તિ થવાની છે ત્યારે પૂર્વ પ્રમુખોનો ટેન્યોર જોતાં એકમાત્ર રાજેન્દ્રસિંહ રાણા સાત વર્ષ સુધી આ પદ પર રહ્યાં છે.

ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના પહેલા પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને તક મળી છે. તેઓ ત્રણ વર્ષ આ પદ પર રહ્યાં હતા. તેમના પછી મકરંદ દેસાઇને પાર્ટીએ પ્રમુખ બનાવ્યા હતા, જેમનો સમયગાળો બે વર્ષનો રહ્યો હતો. ડો. એકે પટેલને ભાજપના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે એક વર્ષનો સમય મળ્યો હતો.

vtv app promotion

પાંચ વર્ષનો ટેન્યોર કાશીરામ રાણાને મળ્યો હતો જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અને કર્ણાટકાના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા બે વખત પ્રમુખપદે રહ્યાં છે. રાજેન્દ્રસિંહ રાણા 1998 થી 2005 સુધી પ્રદેશ પ્રમુખ રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ ત્રણ વર્ષ કરતાં વધારે સમય માટે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે. જીતુ વાઘાણી ત્રણ વર્ષ કરતાં વધુ આ પદ પર રહ્યાં છે, જ્યારે જુલાઇ 2020માં પ્રદેશ પ્રમુખ બનેલા સીઆર પાટીલ સપ્ટેમ્બર 2025 સુધી આ પદ પર ચાલુ છે અને હવે ગણતરીના કલાકોમાં જ ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઇ રહ્યાં છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની વરણીનો મુદ્દો છેલ્લા કેટલાક મહિનાઓથી ગૂંચવાયેલો રહ્યો છે. સીઆર પાટીલ આ સમયમાં અનેક ઇશારા પણ કર્યા છે છતાં હાઇકમાન્ડ તરફથી કોઇ કાર્યવાહી થતી ન હતી પરંતુ નવરાત્રી પૂર્ણ થતાં દશેરાના દિવસે ઘોડું દોડ્યું છે અને ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. 3જીએ ઉમેદવારી ભરવાના દિવસે જ પાર્ટીના નવા પ્રમુખ જાહેર થઇ જશે. એવું માનવામાં આવે છે કે આ પદ માટે હાઇકમાન્ડે ઓબીસી નેતાની પસંદગી કરવાનું વિચાર્યું છે.

વધુ વાંચો : રાજ્ય સરકારના કર્મચારીઓ રજાના દિવસે કામ કરશે! બીજી તરફ સરકારના ઘણા વિભાગો અપૂરતા સ્ટાફથી પરેશાન, ભરતીઓની જોવાતી રાહ

પાર્ટીના ક્યા નેતા કેટલો સમય પ્રમુખ રહ્યાં (1980 થી 2025):

નેતાનું નામ સમયગાળો

  • કેશુભાઇ પટેલ – 1980 થી 1983
  • મકરંદ દેસાઇ – 1983 થી 1985
  • ડો. એકે પટેલ – 1985 થી 1986
  • શંકરસિંહ વાઘેલા – 1986 થી 1991
  • કાશીરામ રાણા – 1991 થી 1996
  • વજુભાઇ વાળા – 1996 છી 1998
  • રાજેન્દ્રસિં રાણા – 1998 થી 2005
  • વજુભાઇ વાળા – 2005 થી 2006
  • પરસોત્તમ રૂપાલા – 2006 થી 2010
  • આરસી ફળદુ – 2010 થી 2016
  • વિજય રૂપાણી – ફેબ્રુઆરી 2016 થી ઓગષ્ટ 2016
  • જીતુ વાઘાણી – ઓગષ્ટ 2016 થી જુલાઇ 2020
  • સીઆર પાટીલ – જુલાઇ 2020 થી સપ્ટેમ્બર 2025

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics Rajendrasinh Rana state president long tenure Gujarat BJP new President
Gautam Purohit

Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ