ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું અને ગોવિંદા 15 વર્ષથી અલગ..', સુનિતાએ કર્યા પરિવાર અંગે ચોંકવાનારા ખુલાસા
Last Updated: 01:34 PM, 30 September 2025
ADVERTISEMENT
અભિનેતા ગોવિંદા અને તેમના પત્ની સુનીતાની પર્સનલ લાઈફ છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટમાં છે. સમાચાર એવા પણ હતા કે વર્ષોના તેમના લગ્નજીવનમાં વાંધો પડ્યો છે. અભિનેતાનો એક મરાઠી અભિનેત્રી સાથે રિલેશનમાં છે, જે ઉંમરમાં ગોવિંદા કરતા 30 વર્ષ નાની છે. ગોવિંદા અને તેમના પત્ની વચ્ચેના ડિવોર્સની વાતો પર ગણેશ ચતુર્થીના દિવસે બ્રેક લાગી ગઈ છે. હવે સુનીતાએ તેમના લેટેસ્ટ બ્લોગમાં ડિવોર્સ અને ગોવિંદાના અફેર વિશે વાત કરી છે.
ADVERTISEMENT
સંભાવના સેઠ પણ તેમના બ્લોગમાં જોવા મળી હતી. અભિનેત્રીએ સુનીતાને અંગત પ્રશ્નો પુછ્યા હતા. સુનીતાએ સ્વીકાર્યું કે તેમણે ગોવિંદાના અફેરની અફવાઓ સાંભળી છે. પતિને અલ્ટીમેટમ આપતા સુનીતાએ કહ્યું કે, જો મને ગોવિંદા દગો આપશે તો હું સૌથી પહેલા મીડિયાને જણાવીશ. વાત જાણે એમ છે કે ગોવિંદાની ફેમિલિમાં એવા લોકો છે જે મને અને ગોવિંદાને એકસાથે જોવા માંગતા નથી. એ લોકોના પોતાના ઘરમાં શાંતિ નથી એટલે અમારી ખુશી જોઈને ઈર્ષ્યા કરે છે.ગોવિંદા સારા લોકો સાથે નથી રહેતો હું કહું છું કે જેવા લોકો સાથે બેસીસ એવો જ બની જઈશ. આજે મારું કોઈ ફ્રેન્ડસર્કલ નથી મારા બાળકો જ મારા મિત્રો છે.
ADVERTISEMENT
સુનીતાએ કહ્યું કે ગોવિંદાના અફેરની વાતો સાંભળીને મને દુખ થયું હતું. તેમણે કહ્યું કે, હું અને ગોવિંદા 15 વર્ષથી સામ સામે રહીયે છીએ, પણ ઘરે અવરજ જવર રહે છે.જે માણસ સ્ત્રીને દુખ આપશે તે ક્યારે સુખી નહીં થઈ શકે, હંમેશા બેચેન જ રહેશે. મેં તો બાળપણથી મારું જીવન એમને આપી દીધું, આજે પણ હું એમને ખુબ પ્રેમ કરું છું. નારાજગી 100 ટકા છે કારણ કે હું તો આ બધુ લોકોના મોઢે સાંભળું છું પણ હું સ્ટ્રોંગ છું કેમકે મારા બાળકો મારી સાથે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કરુર રેલી દુર્ઘટના બાદ હવે અભિનેતા વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ADVERTISEMENT
બાળકો ગોવિંદાના અફેરને લઈને પુછે છે
સંભાવનાએ સુનીતાને પુછ્યું કે, તમને લાગતું નથી કે તમે જાતે જ જાણી લો કારણ કે ગોવિંદાના અફેર વિશે ઘણી અફવાઓ ફેલાઈ છે. આ અંગે સુનીતાએ કહ્યું કે, આ શરમજનક વાત હશે. બાળકો મોટા થઈ ગયા છે અને તમે શું કરી રહ્યા છો. બાળકો પણ પુછે છે કે પણ માણસની ખોટું બોલવાની આદત હોય છે, એક પછી એક ખોટી વાતો કહેતો જાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT