બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કરુર રેલી દુર્ઘટના બાદ હવે અભિનેતા વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

તમિલનાડુ / કરુર રેલી દુર્ઘટના બાદ હવે અભિનેતા વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Priykant Shrimali

Last Updated: 07:56 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Actor Vijay Bomb Threat : વિજયને રવિવારના રોજ તેમના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ

Actor Vijay Bomb Threat : જાણીતા અભિનેતા અને રાજકારણી વિજયને રવિવારના રોજ તેમના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. વિજયના નીલંકરાય સ્થિત નિવાસસ્થાને તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડૉગ્સ સાથે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે તાજેતરમાં વિજયની આગેવાની હેઠળની તાજેતરની રાજકીય રેલીમાં મોટી દુર્ઘટના બની છે.

નોંધનિય છે કે, 27 સપ્ટેમ્બર, 2025ના રોજ કરુર ખાતે તમિલગા વેત્રી કઝગમ (TVK) દ્વારા યોજાયેલી રેલીમાં ભારે નાસભાગ સર્જાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 40 થઈ ગયો છે અને 60થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ઓછામાં ઓછા બે લોકોની સ્થિતિ હજુ પણ ગંભીર છે.

રેલીમાં વીજળી ગુલ થવી દુર્ઘટનાનું કારણ?

આ દુર્ઘટના અંગે અનેક તારણો સામે આવી રહ્યાં છે. એવું કહેવાઈ રહ્યું છે કે, રેલી દરમિયાન વીજળી બંધ થઈ જવાથી અને લોકોના આકસ્મિક ધસારા કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. કરુર વીજળી બોર્ડના મુખ્ય ઇજનેર રાજલક્ષ્મીએ જણાવ્યું હતું કે, વિજયના આગમનના પહેલા કલાકોમાં વીજળી ગુલ હતી. અમે જોયું કે, ભીડમાં કેટલાક લોકો ઝાડ અને ટ્રાન્સફોર્મર પર ચઢી ગયા હતા. તાત્કાલિક પગલાં રૂપે વીજળી બંધ કરી દેવાઈ હતી જેથી વધુ મોટી દુર્ઘટના અટકી શકે. તેઓએ વધુમાં કહ્યું, જ્યાં ભીડ અશાંત થઈ રહી હતી ત્યાં આપણે પોલીસની મદદથી લોકોને નીચે ઉતાર્યા અને પછી વીજળી પુનઃસ્થાપિત કરી.

વિજયે ઘટના બાદ અસરકારક પગલાં લેતા મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો માટે ₹20 લાખ અને ઘાયલોના પરિવારજનો માટે ₹2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, આ દુર્ઘટના અંગે આગળની કાર્યવાહી નક્કી કરવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા ચાલી રહી છે. હાલ પક્ષના મહાસચિવ એન. આનંદ અને કરુર-નમક્કલના પ્રદેશપ્રમુખ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બુમરાહના પ્લેન ક્રેશ સેલિબ્રેશન પર ઇરફાનની પ્રતિક્રિયા, આખા પાકિસ્તાનને મરચા લાગશે

દેશના રાજકીય નેતાઓ તરફથી પણ આ દુ:ખદ ઘટનાની અસરકારક નોંધ લેવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને ફોન કરીને સમગ્ર ઘટનાની વિગતો જાણવી અને દુ:ખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રી સ્ટાલિને X (હવે Twitter) પર પોસ્ટ કરીને જણાવ્યું કે, મારા પ્રિય ભાઈ રાહુલ ગાંધી કરુરમાં બનેલી દુ:ખદ ઘટના અંગે તમારી હૃદયપૂર્વકની ચિંતા અને દર્દ લાગણી વ્યક્ત કરવા બદલ હૃદયથી આભાર.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bomb Threat Tamil Nadu Vijay
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ