બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO : સ્મશાનગૃહમાં ચિતાની સામે યુવતીએ કર્યું ભયાનક કૃત્ય, વીડિયો થયો વાયરલ

વાયરલ / VIDEO : સ્મશાનગૃહમાં ચિતાની સામે યુવતીએ કર્યું ભયાનક કૃત્ય, વીડિયો થયો વાયરલ

Jinal Chauhan

Last Updated: 04:53 PM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોમાં જોઈ શકો છો કે સ્મશાન ઘાટમાં એક બાજુ લાકડા સળગી રહ્યા છે એટલે કે કોઈની લાશ બળી રહી છે અને બીજી બાજુ જોરશોરથી ડીજે વાગી રહ્યું છે અને તેની સામે એક યુવતી ડાન્સ કરી રહી છે.

એક તરફ કોઈની ચિતા સળગી રહી છે જ્યારે થોડેક દૂર એક છોકરી ડીજેના તાલ પર નાચી રહી છે. શું ક્યારેય આવી વાતની કલ્પના કરી શકાય? પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં આ જ દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયોએ લોકોને સ્તબ્ધ કરી દીધા છે. કેટલાક તેને કળિયુગનું ઉદાહરણ કહી રહ્યા છે, તો કેટલાક તેને માનવતા પરનો કલંક કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ

વીડિયોમાં સ્મશાનની એક બાજુ લાકડા સળગતા દેખાય છે, જાણે કોઈની ચિતા સળગી રહી હોય. એજ વખતે એક જોરથી ડીજે વાગી રહ્યું છે અને તેની સામે એક યુવતી ડાન્સ કરી રહી છે. તેની આસપાસ કેટલાક લોકો ઉભા છે,તાળીઓ પાડી રહ્યા છે અને હસી રહ્યા છે, જાણે તેઓ કોઈ લગ્ન કે પાર્ટીમાં હોય. છોકરી ખચકાયા વિના નાચે છે, જાણે કોઈ ઉજવણી હોય અંતિમ સંસ્કાર નહીં.

ચિતા પાસે ડિજે વાગ્યું

વીડિયોમાં ચોખ્ખુ જોવા મળે છે કે ચિતા સળગી રહી છે લાકડામાં આગ લાગી રહી છે અને એજ માહોલમાં પણ મ્યુઝિક બંધ નથી થઈ રહ્યું. યુવતીનો ડાન્સ ચાલી રહ્યો છે અને લોકો તેને જોઈને ખુશ થઈ રહ્યા છે. ત્યા હાજર એક વ્યક્તિએ આ બધુ તેના ફોનમાં રેકોર્ડ કરી લીધું છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે. ગણતરીના કલાકોમાં વીડિયો વાયરલ થઈ ગ્યો અને લોકો કોમેન્ટ કરવા લાગ્યા.

vtv app promotion

આ પણ વાંચોઃ સરકારનો મોટો નિર્ણય, બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ મૂક્યો, 10 ડિસેમ્બરથી લાગુ

યુઝર્સે આ વિડીયો પર પ્રતિક્રિયા આપી

ઘણા લોકોએ વિડીયો જોયા પછી રોષ વ્યક્ત કર્યો. એક યુઝરે લખ્યું, "એક તરફ, કોઈની ચિતા સળગી રહી છે, અને બીજી તરફ, લોકો ડીજે વગાડી રહ્યા છે. આ આજનો સમાજ છે, આ કળિયુગ છે." બીજા યુઝરે લખ્યું, "મૃતકની આત્માને શાંતિ નહીં પણ દુ:ખ મળ્યું હશે." કોઈએ કહ્યું કે માનવતાનો અંત આવી ગયો છે. જો કે, કેટલાક લોકોએ એવું પણ સૂચવ્યું કે આ મૃતકની છેલ્લી ઇચ્છા હોઈ શકે છે. કેટલીકવાર લોકો મૃત્યુ પહેલાં તેમના માટે કંઈક થાય તેવી ઇચ્છા વિશે વાત કરે છે. પરંતુ મોટાભાગના લોકોને આ માનવું મુશ્કેલ લાગ્યું કારણ કે વિડીયોમાં વાતાવરણ સંપૂર્ણપણે અસંવેદનશીલ લાગતું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DJ at cremation ground girl dancing at cremation ground funeral dance video
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ