ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજનમાં ઘટાડો થાય? રિસર્ચમાં થયો ખુલાસો
Last Updated: 09:15 PM, 22 November 2025
ADVERTISEMENT
આપણે અહીંયા આદુવાળી ચા ખુબ પીવાય છે. આદુવાળી ચા માત્ર સ્વાદ માટે જ નહીં પણ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક મનાય છે. લોકો વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના પીણાં પીવે છે. જેમાં ગ્રીન ટી, કોફી અને બીજી વસ્તુનો પણ સમાવેશ થાય છે. પણ તમને વિચાર આવી શકે છે કે, શું આદુવાળી ચા વજન ઘટાડવામાં મદદરૂપ છે આના પર હવે નવી સ્ટડી સામે આવી છે. ચાલો જાણીએ કે, આદુવાળી ચા ખરેખર વજન ઘટાડવા માટે ફાયદાકરક છે?
ADVERTISEMENT
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક રીવ્યુ અને મેટા એનાલિસિસ અનુસાર, આદુનું સેવન વજન પર સકારાત્મક અસર કરે છે. આ એનાલિસિસમાં 14 સ્ટડી સામેલ હતી જેમાં 473 લોકો જોડાયા હતા. આ રિપોર્ટ મુજબ, નિયમિત આદુનું સેવન શરીરના વજનમાં ઘટાડો, વેસ્ટ ટૂ હિપ રેશિયોમાં સુધારો, ફાસ્ટિંગ ગ્લુકોઝમાં ઘટાડો અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આદુએ ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં પણ મદદ કરી હતી. પણ ઇન્સ્યુલિન, BMI, ટ્રાઇગ્લિસરાઇડ્સ, ટોટલ અને LDL કોલેસ્ટ્રોલ પર કોઈ નોંધપાત્ર અસર જોવા મળી નથી. આ સ્ટડીના પરિણામો એ પણ સૂચવે છે કે આદુની અસરો ભલે નોંધપાત્ર ન હોઈ પણ તે વજન સંબંધિત પરિમાણો પર સકારાત્મક અસર કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ રિપોર્ટમાં નોંધપાત્ર ઘટાડાનો ઉલ્લેખ થયો છે પરંતુ આ સ્ટડીની લિમિટેશન પણ છે. તેમ છતાં તમારી ડેઇલી ચામાં આદુ ઉમેરવાથી માત્ર સ્વાદ નહીં વધે પરંતુ સ્વાસ્થ્યમાં પણ થોડો વધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આદુ પાચન સુધારવામાં મદદ કરે છે, ઉલટી અને ઉબકા દૂર કરે છે, સોજા અને વિવિધ ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસ અને કેન્સરના જોખમને ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. આદુમાં એન્ટીઑકિસડન્ટો અને પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે.
ADVERTISEMENT
(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવીvtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT