ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પેશાબ કરતી વખતે ફ્લો ઓછો આવે તો સાવધાન! આ જીવલેણ કેન્સરનો ખતરો

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ / પેશાબ કરતી વખતે ફ્લો ઓછો આવે તો સાવધાન! આ જીવલેણ કેન્સરનો ખતરો

Last Updated: 08:24 PM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમને પેશાબમાં લોહી, ધીમો પ્રવાહ, પેશાબ દરમિયાન બળતરા, વારંવાર પેશાબ કરવો જેવી સમસ્યા થઇ રહી છે. તો આ સ્થિતિમાં ચેતી જવાની જરૂર છે. કેમ કે, આ કેન્સરની પણ નિશાની હોઈ શકે છે.

1/5

photoStories-logo

1. પેશાબમાં ફેરફારો

ઘણા લોકો શરીરમાં થતા ઘણા નાના ફેરફારોને અવગણે છે, ખાસ કરીને પેશાબ સંબંધિત. પેશાબની પેટર્નમાં નાનો ફેરફાર પણ ક્યારેક ગંભીર બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે. તમારા પેશાબનો પ્રવાહ પહેલા જેટલો મજબૂત ન હોય, પેશાબ રોકાઈને આવે કે પછી વારંવાર બાથરૂમ જવાની જરૂર પડે તો આ સંકેતોને હળવાશથી ન લો. આ ફેરફારો અમુક સમસ્યાનો સંકેત હોઈ શકે છે, જેમાંનું એક કેન્સર છે. તો ચાલો જાણીએ કે ધીમા પેશાબના પ્રવાહ દ્વારા કયા કેન્સરનું સિગ્નલ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બ્લેડર કેન્સર

પેશાબનો ધીમો પ્રવાહ બ્લેડર કેન્સરની નિશાની હોઈ શકે છે. બ્લેડર કેન્સર એક એવી બીમારી છે જેમાં કેન્સર બ્લેડરના કોષોમાં શરૂ થાય છે. બ્લેડર કેન્સરના લગભગ 90 ટકા કેસ એક જ પ્રકારના કેન્સર, યુરોથેલિયલ સેલ કાર્સિનોમા (UCC) ને કારણે થાય છે. આ કેન્સર બ્લેડર તેમજ નળીઓ અને અંગોમાં થઈ શકે છે જેના દ્વારા પેશાબ બહાર નીકળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કોને જોખમ વધુ ?

બ્લેડર કેન્સર માટેનું સૌથી મોટું રિસ્ક ફેક્ટર સિગારેટનું સ્મોકિંગ છે. લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી શરીરમાં એવા કેમિકલ એકઠા થાય છે જે બ્લેડરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે. બીજા પરિબળો પણ જોખમ વધારે છે, જેમ કે વારંવાર બ્લેડરમાં ઇન્ફેક્શન કે બળતરા, રંગો, કેમિકલ અથવા સ્લોવેટના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું, ચોક્કસ પ્રકારની કીમોથેરાપી અને વૃદ્ધાવસ્થાનો સમાવેશ થાય છે. પુરુષોમાં સ્ત્રીઓ કરતાં આ રોગ થવાની શક્યતા લગભગ ચાર ગણી વધારે હોય છે. જો કે સ્ત્રીઓ અને યુવાનો પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બ્લેડર કેન્સરના લક્ષણો

તેના લક્ષણોમાં પેશાબમાં લોહી, ધીમો પ્રવાહ, પેશાબ દરમિયાન બળતરા, વારંવાર પેશાબ કરવો પરંતુ બ્લેડર સંપૂર્ણપણે ખાલી કરવામાં અસમર્થતાનો સમાવેશ થાય છે. પણ આ લક્ષણો ઘણીવાર યુરિન ઇન્ફેક્શન, વૃદ્ધત્વ અથવા રોજિંદા ટેવો સાથે સંબંધિત હોઈ શકે છે. આથી જ લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને ડૉક્ટરને મળવામાં મોડું કરે છે. જો તમને આમાંના કોઈ પણ લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક યુરોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. જો તેની સારવારમાં મોડું કરવાથી આ બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bladder Cancer Cancer Symptoms Urine Flow
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ