ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / છાતીમાં દુખાવો ગભરાટ કે હાર્ટ એટેક? 2 મિનિટમાં જાણો ફર્ક, ઈમરજન્સીમાં કામ લાગશે

તમારા કામનું / છાતીમાં દુખાવો ગભરાટ કે હાર્ટ એટેક? 2 મિનિટમાં જાણો ફર્ક, ઈમરજન્સીમાં કામ લાગશે

Published By: Jinal Chauhan

Last Updated: 01:54 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છાતીમાં દુખાવો થતા જ મોટા ભાગના લોકોને હાર્ટ એટેકનો ડર લાગી જાય છે પરંતુ દરેક વખતે તેનું કારણ હૃદયની બીમારી જ હોય એવું જરૂરી નથી. ઘણી વખત ચિંતા અથવા એન્ઝાયટીના કારણે પણ છાતીમાં આવો દુખાવો અનુભવાઈ શકે છે. ચાલો, હાર્ટ એટેક અને એન્ઝાયટીથી થતા દુખાવામાં શું ફરક છે.

ADVERTISEMENT

છાતીમાં દુખાવો થાય ત્યારે મોટાભાગના લોકોના મનમાં સૌપ્રથમ હાર્ટ એટેકનો જ ડર આવે છે. પરંતુ છાતીમાં દુખાવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે, જેમાં સૌથી સામાન્ય કારણ એન્ઝાયટી એટલે કે ગભરામણ છે. ઘણી વખત વધારે વિચારવું, તણાવ લેવો અથવા ગભરામણના કારણે ઘૂંટણું લાગવું અને બેચેની અનુભવાતી હોય ત્યારે પણ છાતીમાં તેજ દુખાવો થઈ શકે છે. આ કારણે ઘણા લોકો મૂંઝવણમાં પડી જાય છે કે છાતીમાં થતો દુખાવો માત્ર ગભરામણને કારણે છે કે પછી હાર્ટ એટેકનો કોઈ સંકેત છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કેટલાક એવા લક્ષણો હોય છે જેના આધારે હાર્ટ એટેક અને એન્ઝાયટીથી થતા દુખાવામાં સરળતાથી ફરક સમજી શકાય છે.

ગભરામણમાં છાતીમાં કેવી રીતે દુખાવો થાય છે?

એન્ઝાયટી એટલે કે ગભરામણ દરમિયાન પણ છાતીમાં તેજ દુખાવો થઈ શકે છે. આ દુખાવો ઘણી વખત સોય ચુભતી હોય એવો લાગે છે. તેની સાથે ક્યારેક ઝડપી શ્વાસ લેવો, વધારે પસીનો આવવો અને બેચેની જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ પ્રકારનો દુખાવો સામાન્ય રીતે છાતીના એક જ ભાગમાં વધારે અનુભવાય છે અને શરીરના બીજા ભાગોમાં ફેલાતો નથી. આવી સ્થિતિમાં લાંબા શ્વાસ લેવાથી અથવા થોડો સમય શાંતિથી બેસી રહેવાથી દુખાવો અને ગભરાટમાં રાહત મળી શકે છે.

હાર્ટ અટેકમાં છાતીમાં કેવુ દુખે છે?

હાર્ટ એટેક દરમિયાન છાતીમાં થતો દુખાવો એન્ઝાયટીના દુખાવાથી અલગ હોય છે. હાર્ટ એટેકની શરૂઆત પણ છાતીમાં તેજ દુખાવાથી થાય છે, પરંતુ તેમાં સામાન્ય રીતે છાતીમાં ભારેપણું, દબાણ અથવા જકડાણ જેવી લાગણી થાય છે. આ દુખાવો માત્ર છાતીના એક ભાગમાં સીમિત રહેતો નથી પરંતુ ખભા, જડબા, હાથ અને પીઠ સુધી પણ ફેલાઈ શકે છે. તેની સાથે શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉલ્ટી કે ચક્કર આવવા, ઠંડો પસીનો આવવો અને વધારે નબળાઈ લાગવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે હાર્ટ એટેક દરમિયાન છાતીનો દુખાવો સમય જતાં વધતો જાય છે. ઊંડો શ્વાસ લેવાથી અથવા આરામ કરવાથી તેમાં રાહત મળતી નથી.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ હવે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક વાપરવા માટે આપવા પડશે આટલા પૈસા

કેવા લોકોએ વધારે ધ્યાન રાખવાની જરૂર છે?

જેઓને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મોટાપો અથવા હૃદય સંબંધિત કોઈ બીમારી હોય તેમણે છાતીના દુખાવાને ક્યારેય અવગણવો જોઈએ નહીં. તે ઉપરાંત જો તમે ધુમ્રપાન કરતા હોવ અથવા તમારા પરિવારમાં હૃદયરોગની હિસ્ટ્રી હોય તો પણ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આવા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો સામાન્ય લોકોની સરખામણીએ વધુ હોય છે. બીજી તરફ જો તમને વારંવાર એન્ઝાયટી અથવા વધારે તણાવ રહેતો હોય તો એકવાર નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી સારો વિકલ્પ બની શકે છે.

જો છાતીમાં થતો દુખાવો સતત વધતો જાય અને શરીરના બીજા ભાગોમાં પણ ફેલાવા લાગે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તે ઉપરાંત ઉલ્ટી, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઠંડો પસીનો આવવો અથવા બેહોશી જેવી સમસ્યાઓ અનુભવાતી હોય તો તરત સારવાર લેવી જરૂરી છે. છાતીના દુખાવાને માત્ર એન્ઝાયટી સમજીને અવગણવું જોખમી સાબિત થઈ શકે છે. તેથી થોડો પણ સંદેહ હોય તો ડોક્ટરની સલાહ લેવી હંમેશા ફાયદાકારક રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heart attack signs anxiety vs heart attack chest pain symptoms

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ