ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક વાપરવા માટે આપવા પડશે આટલા પૈસા
Last Updated: 09:57 AM, 28 May 2026
ADVERTISEMENT
મેટાએ એક મોટું એલાન કર્યું છે જેની સીધી અસર સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સના ઉપયોગ પર પડશે. હવે Instagram, Facebook અને WhatsApp માટે નવા પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. કંપનીએ આ પ્લાન વિશ્વભરના યુઝર્સ માટે લોન્ચ કર્યા છે જેમાં ભારત પણ સામેલ છે. મેટા હવે પોતાની એપ્સ માટે પ્લસ વર્ઝન લોન્ચ કરી રહી છે જેમાં પૈસા ચૂકવનારા યુઝર્સને ખાસ ટૂલ્સ અને કસ્ટમાઇઝેશન ફીચર્સ મળશે. આ ફીચર્સ હવે ફ્રી વર્ઝન વાપરતા યુઝર્સને ઉપલબ્ધ નહીં હોય.
ADVERTISEMENT
મેટાનો આ પ્લાન કંપનીની કમાણી વધારવા માટે છે. આ પગલાથી સ્પષ્ટ થાય છે કે હવે કંપની માત્ર જાહેરાતોની આવક પર આધાર રાખવા માંગતી નથી. હવે મેટાએ આવક મેળવવાનો નવો રસ્તો શોધ્યો છે.કંપની ઈચ્છે છે કે યુઝર્સ પ્રીમિયમ ફીચર્સ, વધુ સારો અનુભવ અને વધુ ઓડિયન્સ સુધી પહોંચવા માટે દર મહિને સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવે.

ADVERTISEMENT
Facebook Plus અને Instagram Plusની કિંમત દર મહિને 3.99 ડોલર (લગભગ ₹387) રાખવામાં આવી છે. જ્યારે WhatsApp Plus માટે દર મહિને 2.99 ડોલર (લગભગ ₹290) ચૂકવવા પડશે. જોકે, Metaએ હજુ સુધી ભારત માટે સત્તાવાર કિંમતો જાહેર કરી નથી.
$META is reportedly testing paid subscription tiers across its apps:
— Shay Boloor (@StockSavvyShay) May 27, 2026
• Instagram Plus: $3.99/month
• Facebook Plus: $3.99/month
• WhatsApp Plus: $2.99/month
Meta is turning extra app features into another recurring revenue layer across its massive user base. pic.twitter.com/8dDqYFZCwB
ADVERTISEMENT
WhatsAppમાં મળશે ઘણા ખાસ ફીચર્સ
TechCrunchની રિપોર્ટ મુજબ WhatsApp Plusમાં ઘણા ખાસ ફીચર્સ મળશે, જેમાં ખાસ ધ્યાન પર્સનલાઇઝ્ડ મેસેજિંગ પર રહેશે. WhatsApp Plus સબ્સ્ક્રાઇબર્સને કસ્ટમ થીમ, યુનિક રિંગટોન, પ્રીમિયમ સ્ટિકર્સ અને વધુ ચેટ્સ પિન કરવાની સુવિધા મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
Meta is slowly putting every app behind a paywall 👀
— Tech Ultimatum (@TechieUltimatum) May 27, 2026
New subscriptions just launched:
• Instagram Plus → $3.99/month
• Facebook Plus → $3.99/month
• WhatsApp Plus → $2.99/month
What you get:
• Longer Stories
• Custom app icons
• Searchable viewer lists
• Premium… pic.twitter.com/lT9wU0C0o3
Facebook અને Instagramમાં મળશે એડવાન્સ ફીચર્સ
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ Instagram Plus અને Facebook Plus યુઝર્સને પણ ઘણા ખાસ ફીચર્સ મળશે. Instagram Plusમાં યુઝર્સ જાણી શકશે કે તેમની સ્ટોરી કેટલા વખત ફરી જોવામાં આવી છે. સાથે જ “Close Friends”થી આગળ વધીને અનલિમિટેડ સ્ટોરી ઓડિયન્સ લિસ્ટ બનાવી શકાશે અને વ્યૂઅર્સ લિસ્ટમાં દેખાયા વગર સ્ટોરી પ્રિવ્યૂ પણ જોઈ શકાશે.

Instagram Plusમાં યુઝર્સ પોતાની સ્ટોરીને 24 કલાકથી વધુ સમય સુધી રાખી શકશે. ઉપરાંત દર અઠવાડિયે એક સ્ટોરીને “Spotlight” કરી વધુ લોકો સુધી પહોંચાડી શકાશે. યુઝર્સ પોતાની સ્ટોરી કોણ જોઈ રહ્યું છે તે જાણવા માટે વ્યૂઅર્સ લિસ્ટમાં સર્ચ પણ કરી શકશે.

મેટા પ્લસ પ્લાન સાથે કેટલાક ખાસ ડિઝાઇન અને કસ્ટમાઇઝેશન અપગ્રેડ પણ આપી રહી છે. Instagram Plus યુઝર્સને એનિમેટેડ Super Heart રિએક્શન, કસ્ટમ એપ આઇકન, બાયોમાં ખાસ ફૉન્ટ્સ અને વધુ પ્રોફાઇલ પિન જેવા ફીચર્સ મળશે.

આ પણ વાંચોઃ PFના પૈસા ATMમાંથી ક્યારે નીકળશે? મંત્રીએ આપી ડેડલાઈન, જાણો પ્રોસેસ
મેટા હવે ક્રિએટર્સ અને બિઝનેસ યુઝર્સ માટે પણ નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન લાવી રહી છે. તેમાં Meta One Essential અને Meta One Advanced જેવા પ્લાન સામેલ છે. Meta One Essentialની કિંમત દર મહિને 14.99 ડોલર (લગભગ ₹1,454) રાખવામાં આવી છે. આ પ્લાનમાં વેરિફિકેશન લાભ, વધુ સારા પ્રોફાઇલ લિંક્સ અને પ્રોમોશન જેવા ફીચર્સ મળશે. સાથે જ ક્રિએટર્સ પોતાને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબ પોર્ટલ પર વધુ સારી રીતે પ્રમોટ કરી શકશે. Meta One Advanced પ્લાન ખાસ કરીને ઇન્ફ્લુએન્સર્સ અને બિઝનેસ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન દ્વારા વધુ લોકો સુધી પહોંચવામાં મદદ મળશે. તેમાં Facebook ફીડ અને સર્ચ રિઝલ્ટમાં પ્રાથમિકતા જેવા ઘણા ખાસ ફીચર્સ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ