ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PFના પૈસા ATMમાંથી ક્યારે નીકળશે? મંત્રીએ આપી ડેડલાઈન, જાણો પ્રોસેસ
Last Updated: 08:00 PM, 27 May 2026
ADVERTISEMENT
હવે ATM દ્વારા PF ફંડ ઉપાડી શકાશે. જો ATM દ્વારા PF ઉપાડ શક્ય બનશે તો કર્મચારીઓને થતી બધી મુશ્કેલીઓ દૂર થશે. જેમાં કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન મોટી જાહેરાત કરી હતી. તેમનેજણાવ્યું હતું કે આવતા મહિનાથી જૂનથી તમે UPI નો ઉપયોગ કરીને ATM માંથી તમારી PF રકમ ઉપાડી શકશો.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સંપૂર્ણ ડિજિટાઇઝેશનમાંથી પસાર થઈ રહ્યું છે. જે PF ફંડ ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે. જેમાં સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે PF ખાતાધારકોને હવે માત્ર તેમના પૈસા ઉપાડવા માટે વારંવાર ઓફિસની મુલાકાત લેવી ન પડે.
ADVERTISEMENT
મનસુખ માંડવિયાએ સમજાવ્યું કે, એક નવી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમમાં ખાતાધારકો તેમના કુલ PF ફંડના 25% જાળવી શકે છે જ્યારે બાકીના 75% તેઓ ઇચ્છે ત્યારે ATM કે UPI નો ઉપયોગ કરીને ઉપાડી શકે છે. આ સુવિધા આગામી મહિનાથી અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય તેમને ઉલ્લેખ કર્યો કે EPFO 2.0 અને ઓટોમેટિક ક્લેમ પ્રોજેક્ટ્સ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે જે સમગ્ર ક્લેમની પતાવટ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ઓટોમેટિક બનાવશે. જેમાં પહેલા 10 થી 12 કોલમવાળા ફોર્મ ભરવાની જરૂર હતી તે હવે નાબૂદ કરવામાં આવી છે.

ADVERTISEMENT
પીએફ સંબંધિત માહિતીને વધુ ઍક્સેસિબલ બનાવવા માટે સિસ્ટમને વોટ્સએપ ચેટબોટ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહી છે. જેમાં વોટ્સએપ પર મેસેજ મોકલીને ખાતાધારકો તાત્કાલિક કેટેગરીની વિગતો. જેમાં તેમના ખાતાનું બેલેન્સ, એક્યૂર્ડ વ્યાજ અને બીમારી કે લગ્નના કિસ્સામાં ફંડ ઉપાડવાની પાત્રતા ઍક્સેસ કરી શકશે. આ મેસેજિંગ સર્વિસ દ્વારા તમે ઉપાડ માટે હાલમાં ઉપલબ્ધ મેકિસમમ રકમ તેમજ તમારા અગાઉના ઉપાડની ડીટેલ પણ ચેક કરી શકશો . આ બધી માહિતી સીધી વોટ્સએપ પર ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ATM અને UPI દ્વારા ફંડ ઉપાડવાની આ સુવિધા આધાર સાથે લિંક કરવામાં આવશે. જેમાં ઓળખ વેરીફાઈ સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમો દ્વારા કરવામાં આવશે. જેમાં કોઈપણ પેપર વર્કની જરૂર વગર તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ