ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 510 કરોડ કમાનારી રજનીકાંતની કૂલીની ઓટીટી પર દસ્તક, ક્યારે અને ક્યાં જોવી ફિલ્મ?

મનોરંજન / 510 કરોડ કમાનારી રજનીકાંતની કૂલીની ઓટીટી પર દસ્તક, ક્યારે અને ક્યાં જોવી ફિલ્મ?

Published By: Nidhi Panchal

Last Updated: 11:10 AM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કુલી' OTT પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરે એમેઝોન પ્રાઇમ વિડિઓ પર જોવા મળશે, હિન્દી સિવાય અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

ADVERTISEMENT

દક્ષિણ ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'Coolie ' OTT પર આવતી 11 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને માત્ર 20 દિવસમાં જ તેણે શાનદાર કલેક્શન કર્યું હતું. હાલમાં આ ફિલ્મ હજુ પણ થિયેટરોમાં રન થઈ રહી છે, પરંતુ શરૂઆતના દિવસે જેવું ક્રેઝ અને બોક્સ ઓફિસ કલેક્શન પહેલાનું નથી. ફિલ્મના નિર્માતાઓએ હકીકત જાહેર કરી દીધી છે કે 'Coolie' હવે OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી છે અને ચાહકો હવે તેનો ઓનલાઇન આનંદ લઈ શકે છે.

Collie

લોકેશ કનાગરાજ દિગ્દર્શિત 'Coolie' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. રજનીકાંતે અભિનીત આ ફિલ્મ, બૉક્સ ઓફિસ પર 'વોર 2' જેવી મોટી ફિલ્મ સાથે ટકરાઈ હોવા છતાં, ચાહકોમાં વધુ લોકપ્રિયતા મેળવી છે. ફિલ્મ શરૂઆતથી અંત સુધી સારો વ્યાપાર કરી રહી છે અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાના પ્રભાવને મજબૂત બનાવતી રહી છે.

OTT રિલીઝ

OTT પર રિલીઝની વાત આવે તો 'Coolie' એ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રિલીઝ થવા જઈ રહી છે. પ્રાઇમ વિડિઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરતાં લખ્યું હતું, "દેવા, સિમોન અને દાહાની ગાથા સાથે નાચવા માટે તૈયાર થઈ જાઓ." આ ફિલ્મ 11 સપ્ટેમ્બરે ઓનલાઈન સ્ટ્રીમ થવા જઈ રહી છે. ધ્યાન રાખવું જરૂરી છે કે, આ ફિલ્મ હિન્દીમાં ઉપલબ્ધ નથી. પરંતુ તે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં જોવા મળશે.

હિન્દી વર્ઝન નથી !

એમેઝોન પ્રાઇમની આ જાહેરાત બાદ કેટલાક ચાહકો નારાજ થયા છે. ઘણા યુઝર્સએ પ્રશ્ન પૂછ્યા કે શું ફિલ્મ હિન્દીમાં જોવા મળશે? કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ હિન્દી વર્ઝન કોઈ અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. કેટલાક યુઝર્સે વિચાર વ્યક્ત કર્યો કે હિન્દીમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી શકે છે, પરંતુ હજુ સુધી એ વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી.

આ પણ વાંચો : Baaghi 4 સંજુ બાબા ન ચાલ્યાં! બીજા દિવસે પણ ખરાબ થઈ બાગી 4ની હાલત, હવે ચમત્કારની પ્રતિક્ષા

આ સાથે, જો તમે રજનીકાંતે અભિનીત 'Coolie' થિયેટરોમાં નથી જોઈ, તો હવે OTT પર ફિલ્મ સ્ટ્રીમ થવાને કારણે તમે તે ઘરબેઠા જોઈ શકશો. આ દક્ષિણ ભારતીય ફિલ્મને વિવિધ ભાષાઓમાં જોવા મળી શકે છે અને તે દર્શકો માટે મસ્તી અને એન્ટરટેઇનમેન્ટ સાથે ભરપૂર સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amazon Prime Video Rajinikanth Coolie CoolieOTT release

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ