ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / Baaghi 4 સંજુ બાબા ન ચાલ્યાં! બીજા દિવસે પણ ખરાબ થઈ બાગી 4ની હાલત, હવે ચમત્કારની પ્રતિક્ષા
Last Updated: 10:08 AM, 7 September 2025
ADVERTISEMENT
બાગી 4 એ 2025ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક હતી. ટ્રેલર બાદ તો દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ADVERTISEMENT
જો કે, હર્ષ દિગ્દર્શિત આ ફિલ્મ પહેલા દિવસે બાગી 2 અને બાગી 3ને પાછળ છોડી શકી નહીં. આ ફિલ્મે 2016માં આવેલી પહેલી બાગી કરતાં થોડું વધુ કલેક્શન કર્યું છે. સાથે જ, ફિલ્મે વર્લ્ડવાઈડ 15 કરોડનું કલેક્શન કર્યું.
બીજા દિવસે બાગી 4 બોક્સ ઓફિસ કલેક્શન
ADVERTISEMENT
બીજા દિવસના કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે 6.02 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી 18.02 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આંકડો હજુ આગળ વધી શકે છે. આશા છે કે ફિલ્મ 10 કરોડનો આંકડો સ્પર્શી શકે. જો કે, આ વધારે મોટો આંકડો નહીં ગણાય. ફિલ્મને પોતાના પહેલા વીકેન્ડમાં સારી કમાણી કરવા માટે રવિવારે મોટી કમાણી કરવાની જરૂર પડશે.
પહેલા ભાગોના પ્રથમ દિવસના કલેક્શન
ADVERTISEMENT
#Baaghi4 Review: ⭐⭐⭐
— Pabitra Mandal (@Pabitra03516759) September 6, 2025
It's a decent one time watch!
Tiger Shroff shines!
Day1- Friday- 14cr+ nett#BoxOffice pic.twitter.com/WPzVHlaZAO
ADVERTISEMENT
બાગી 4નું બજેટ કેટલું?
હાલમાં નિર્માતાઓએ બાગી 4ના બજેટ અંગે સત્તાવાર રીતે કોઈ આંકડો જાહેર કર્યો નથી, પરંતુ કેટલીક રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ 120 કરોડના બજેટમાં તૈયાર થઈ છે. એટલે કે, જો ફિલ્મને સફળ ફિલ્મોની યાદીમાં આવવું છે તો તેને પહેલા બે અઠવાડિયામાં જ પોતાનું બજેટ નીકાળવું પડશે.
ADVERTISEMENT
વધુ વાંચો : પ્રેગનન્સી જાહેર થયા બાદ પહેલી વાર દેખાઈ પરિણીતી ચોપરા, છુપાવ્યો બેબી બંપ
શું નવું છે બાગી 4માં?
ADVERTISEMENT
ફિલ્મમાં ટાઈગર શ્રોફ સિવાય સંજય દત્ત, હરનાઝ સંધૂ અને સોનમ બાજવા પણ જોવા મળે છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફે રોની નામના ડિફેન્સ સી ફોર્સ ઓફિસરનો રોલ કર્યો છે. તે એક ભયાનક ટ્રેન અકસ્માતમાંથી બચી જાય છે. આ દુર્ઘટનાની તેના મન પર ખરાબ અસર પડે છે. તેના કારણે તેનું મન વારંવાર વિચિત્ર રમતો રમવા લાગે છે. તેને પોતાના પ્રેમ આલિશા (હરનાઝ સંધૂ)ની ઝલક જોવા મળે છે. મિત્રો એને સમજાવે છે કે આવી કોઈ છોકરી હકીકતમાં છે જ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT