ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પ્રેગનન્સી જાહેર થયા બાદ પહેલી વાર દેખાઈ પરિણીતી ચોપરા, છુપાવ્યો બેબી બંપ

મનોરંજન / પ્રેગનન્સી જાહેર થયા બાદ પહેલી વાર દેખાઈ પરિણીતી ચોપરા, છુપાવ્યો બેબી બંપ

Published By: Shilpa Parmar

Last Updated: 09:28 AM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parineeti Chopra : પ્રેગ્નન્સીનું અનાઉન્સમેન્ટ કર્યા પછી એક્ટ્રેસ પરિણીતી ચોપરા પહેલી વાર એક ઇવેન્ટમાં જોવા મળી હતી. પરિણીતી ચોપરા તેના બેબી બંપને છુપાવતી નજરે પડી હતી. વીડિયોમાં જુઓ એક્ટ્રેસનો પ્રેગ્નન્સી ગ્લો.

ADVERTISEMENT

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલ તેના જીવનના સૌથી સુંદર તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરિણીતી ચોપરા પ્રેગ્નન્ટ છે. તે ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે.

પરિણીતી ચોપરાએ 25 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સી જાહેર કરી હતી. એ અનાઉન્સમેન્ટ પછી પહેલી વાર અભિનેત્રી એક ઇવેન્ટમાં જોવા મળી છે.

પરિણીતી ચોપરાનો પ્રેગ્નન્સી ગ્લો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ ઇવેન્ટમાંથી પરિણીતી ચોપરાના વીડિયોઝ અને ફોટોઝ શેર કરવામાં આવ્યા છે. આ ઇવેન્ટમાં અભિનેત્રી બ્લેક અનારકલી સૂટમાં દેખાઈ હતી. તેમના સૂટ પર ગોલ્ડન એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી.

અનારકલી સૂટ સાથે પરિણીતીએ કાનમાં હેવી ઝુમકા પહેર્યા હતા. મેકઅપ પણ એકદમ મિનિમલ રાખ્યો હતો. ખુલ્લા વાળમાં પરિણીતી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

લૂઝ અનારકલી સૂટમાં પરિણીતી પોતાનો બેબી બંપ છુપાવતી જોવા મળી હતી. તે હાથથી પણ પોતાના બેબી બંપને ઢાંકી રહી હતી. અભિનેત્રી બેબી બંપ પર હાથ રાખીને ચાલતી પણ જોવા મળી હતી.

તેમ છતાં, તેમના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો સ્પષ્ટપણે દેખાય રહ્યો હતો. તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ફેન્સ પરિણીતીની સુંદરતાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

અહી જુઓ પરિણીતીનો વાયરલ વીડિયો

જણાવી દઈએ કે પરિણીતી ચોપરાએ સપ્ટેમ્બર 2023માં ઉદયપુરમાં રાઘવ ચઢ્ઢા સાથે ગ્રાન્ડ લગ્ન કર્યા હતા. તેમના લગ્નનો જશ્ન ઘણા દિવસો સુધી ચાલ્યો હતો.

વધુ વાંચો : VIDEO: વિજય દેવરકોંડા સાથે અફેરની ચર્ચા વચ્ચે રશ્મિકાએ કરી ગુપચુપ સગાઈ, વીડિયો વાયરલ

લગ્નના બે વર્ષ બાદ હવે આ કપલ પેરન્ટ ક્લબ માં જોડાવા જઈ રહ્યું છે. પોતાના આવનારા નાનકડા મહેમાન માટે પરિણીતી અને રાઘવ બંને ખુબ જ ઉત્સાહિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Raghav Chadha Parineeti Pregnancy Announcement Parineeti Chopra Baby Bump

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ