બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bollywood / બોલિવૂડ / રાજપાલ યાદવ બાદ એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીઓમાં વધારો, કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ જાહેર

બોલિવુડ / રાજપાલ યાદવ બાદ એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીઓમાં વધારો, કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ જાહેર

Bijal Vyas

Last Updated: 08:57 PM, 16 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઉત્તર પ્રદેશની મુરાદાબાદ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

તાજેતરમાં કેસ બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ ચર્ચામાં છે. હવે આવા જ એક કેસમાં બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઉત્તર પ્રદેશની મુરાદાબાદ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ કેસ 2017નો છે અને અભિનેત્રી પર છેતરપિંડીનો આરોપ છે. કોર્ટના આદેશ છતાં અમીષા પટેલ આ કેસમાં હાજર રહેવામાં નિષ્ફળ રહી છે. હવે, કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

શું છે મામલો

અહેવાલ છે કે 2017 માં અભિનેત્રીને લગ્નના કાર્યક્રમ માટે 14 લાખ 50 હજાર રુપિયા મળ્યા હતા. જોકે, પૈસા મળ્યા છતાં તે કાર્યક્રમમાં હાજર રહી શકી નહીં. મુરાદાબાદના રહેવાસી પવન કુમાર વર્માએ આ મામલે અમીષા પટેલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પવન ડ્રીમ વિઝન નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો માલિક છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, અમીષાને ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક લગ્નમાં ડાન્લ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અમીષા પટેલે 11 લાખ રુપિયાની એડવાન્સ માંગણી કરી હતી, જેના પર પવન માની ગયો. બાદમાં, લગ્ન દરમિયાન અમીષા દિલ્હી પહોંચી અને ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે બીજા 2 લાખ રુપિયા માંગ્યા. પવન કુમારે બીજા પૈસા આપવાની ના પાડી. તેના ના પાડતાં અભિનેત્રી જાણ કર્યા વગર પરત ફરી હતી.

પવન કુમારે આરોપ લગાવ્યો કે અમીષાએ ₹11 લાખ પરત કર્યા નથી. અમીષા પટેલ ઉપરાંત, ફરિયાદીએ સુરેશ કુમાર, રાજકુમાર ગોસ્વામી અને અહેમદ શરીફ સામે કેસ દાખલ કર્યો છે. એક્ટ્રેસ પર ઇન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ કેસ ચાલી રહ્યો છે, જેમાં કલમ 120B, 406, 504, 420 અને 506 હેઠળ આરોપ નોંધાયા છે.

આ મામલે એક્ટ્રેસ અમીષા પટેલે કથિત રીતે 2 લાખ રુપિયાનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયો. કોર્ટે 2026 માં તેને રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે.

આ અગાઉ પણ ફસાઇ ચૂકી છે એક્ટ્રેસ

2018 માં, તે આવા જ એક કેસમાં સામેલ હતી જ્યારે ઝારખંડના એક નિર્માતાએ તેની ફિલ્મ દેશી મેજિક માટે 2.5 કરોડ રુપિયાનું રોકાણ કર્યું હતું, જે ક્યારેય બની ન હતી. 2024 માં, અમીષા પટેલે સમગ્ર 2.5 કરોડ રુપિયા ચૂકવ્યા બાદ કેસ ખતમ થયો.

સંકળાયેલા મુદ્દાઓ

Ameesha Patel Non-Bailable Warrant bollywood
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ