ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, BZ ગૃપ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:11 PM, 29 December 2024
ADVERTISEMENT
ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે
ADVERTISEMENT
રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. ગુજરાતમાં અગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ મોટાભાગના જિલ્લાઓમાં 2 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. હાલ રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા નહીવત છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ઠંડી પછી તાપમાન વધવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે તો અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગર 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે 5.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર હન્યું છે.
ADVERTISEMENT
ભરૂચના દહેજમાં વધુ એક દુર્ઘટના ઘટી
ભરૂચનાં દહેજમાં અવાર નવાર ગેસ લિકેજનાં કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આજે ભરૂચનાં દહેજમાં ફરી એકવાર મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. જેમાં ગેસ લિકેજની ઘટનામાં 4 કામદારોએ જીવ ગુમાવવો પડ્યો છે. GFL કંપનીમાં ગેસ લિકેજને કારણે આ દુર્ઘટનાં સર્જાવા પામી હતી. ભરૂચની કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે. GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 લોકોના મોત નિપજ્યા હતા. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો. દહેજની GFL કંપનીમાં 4 લોકોનાં મોત થયા હતા. જેમાં 3 શ્રમિકો તેમજ 1 કર્મચારીનું મોત થવા પામ્યું છે.
ADVERTISEMENT

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મેનેજીંગ ટ્રસ્ટીની ચૂંટણી જાહેરાત
ADVERTISEMENT
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની જાહેરાત થઈ છે. આગામી 12મી એપ્રિલ 2025ના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે ચૂંટણી માટેનું ત્યાગી અને ગૃહસ્થ મતદારોનું અંતિમ લિસ્ટ તૈયાર કરાયું છે. સુરત, મુંબઈ, રાજકોટમાં પણ મત આપી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે. ખેડા પાસે આવેલા પ્રસિદ્ધ વડતાલધામમાં હરિકૃષ્ણ મહારાજની સ્થાપનાને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના માટે શરૂ થયેલા દ્વિશતાબ્દી મહોત્સવ મહોત્સવમાં દરરોજ 3 લાખ જેટલા હરિભક્તો મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણ દેવને 200 વર્ષ પુરા થતા મંદિરમાં સ્વામિનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજનો કેસર જળથી દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
BZ કૌભાંડમાં CID ક્રાઈમની મોટી કાર્યવાહી
ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ કેસ વધુ ગરમાયો છે. ભુપેન્દ્ર ઝાલાને શરણ આપનાર કિરણસિંહની પણ અટકાયત કરાઈ છે. કિરણસિંહની લક્ઝુરીયસ કાર પણ સીઆઇડી ક્રાઈમે કબ્જે લીધી છે. જો કે હજુ કાનૂની કાર્યવાહી બાકી છે. કિરણસિંહની તપાસ પૂર્ણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. દવાડા ફાર્મ હાઉસમાં 10 દિવસ માટે ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો. જે ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો. તે કિરણસિંહ ચૌહાણનું હતું. તેમજ 3 તબક્કામાં ભૂપેન્દ્ર ઝાલાએ ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો. છેલ્લા ચાર દિવસથી સીઆઈડી ક્રાઈમે મહેસાણામાં ધામા નાંખ્યા હતા. સીઆઈડી ક્રાઈમે વેશ પલટો કરીને ભૂપેન્દ્ર ઝાલા અને કિરણસિંહ ચૌહાણને પકડી લીધા હતા. કિરણસિંહનાં સંપર્કે સીઆઈડી ક્રાઈમને ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો હતો. સીઆઈડીની તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા બગલામુખી મંદિરે ગયો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.. મંદિરે દર્શન કરી આરોપી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં 400 કરોડથી વધુનાં વ્યવહાર કર્યાની ભૂપેન્દ્ર પટેલે કબૂલાત કરી હતી.
ADVERTISEMENT

રાજકોટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા
રાજકોટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ નવા ખુલાસા થવા પામ્યા છે. સબ રજીસ્ટ્રાર કચેરીનાં પ્યૂનની પણ સંડોવણી ખુલી છે. પ્યૂન મનિષ હેરમા પણ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં સામેલ હતો. મનિષ હેરમા કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતો હતો. ઈડેક્સ રૂમની ડુપ્લીકેટ ચાવી મનિષે બનાવી હતી. પ્રદ્યુમનનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ પોલીસે આરોપી હર્ષ સોનીનાં ફ્લેટમાંથી સ્ટેમ્પ કબ્જે કર્યા છે. દસ્તાવેજ બનાવવાનાં મશીન, સિલ્વર પેપર, સીપીયુ સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે. 2-2 લાખ રૂપિયામાં નકલી લેખ ભૂમાફિયાઓને વેચવામાં આવતા હોવાની વિગત સામે આવી છે. ભૂમાફિયા સુધી તપાસ લંબાય તો નવાઈ નહી.

નવા વર્ષને લઇ અયોધ્યામાં તમામ હોટલો હાઉસફૂલ!
જાન્યુઆરીમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વખતે અયોધ્યામાં યાત્રીકોની ભારે ભીડ ઉમટી રહી છે. જેના કારણે અયોધ્યા અને ફૈઝાબાદની તમામ હોટલો 15 જાન્યુઆરી સુધી બુક થઈ ગઈ છે. કોઇ મળી રહે તો પણ તેનું ભાડું 10,000 રૂપિયાથી વધુ છે. જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ અયોધ્યા મંદિરની નગરી ભક્તો અને પ્રવાસીઓની ભારે ભીડ માટે તૈયાર થઈ રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરના ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ છે. આ એક વર્ષની ઉજવણી માટે દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો અને પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. જે અયોધ્યામાં હોટલ બુકિંગના આંકડા પરથી જોઈ શકાય છે જે સતત ભરાઈ રહી છે. અયોધ્યા અને ફૈઝાબાદની તમામ હોટલ અને લોજ બુક થઈ ગયા હોવાના અહેવાલ છે. બીજી તરફ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ ભક્તો માટે 'દર્શન'નો સમય લંબાવ્યો છે અને અપેક્ષિત ભીડને સંભાળવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.

વરસાદ અને હિમવર્ષાનાં કારણે જનજીવન ખોરવાયું
પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં હિમવર્ષા અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં રેકોર્ડ વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. પારો ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. માર્ગ, રેલ અને હવાઈ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેદારનાથ સુધી બરફની સફેદ ચાદર છવાયેલી છે. ભારે હિમવર્ષાને કારણે આ રાજ્યોમાં લગભગ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે હજારો પ્રવાસીઓ માર્ગમાં સેંકડો વાહનોમાં ફસાયા છે. અત્યાર સુધીમાં 10,000 થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર દિલ્હીમાં શનિવારે સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકમાં 41.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે 101 વર્ષમાં ડિસેમ્બરમાં એક દિવસમાં સૌથી વધુ છે. 3 ડિસેમ્બર, 1923ના રોજ 75.7 મીમી વરસાદ પડ્યો હતો. આ ડિસેમ્બર 1901 માં રેકોર્ડ શરૂ થયા પછી માસિક વરસાદની દ્રષ્ટિએ પાંચમો સૌથી વધુ ભીનો છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે લોકોએ હાડકા ભરી દેતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.

કોણ છે વર્લ્ડ ચેમ્પિયન કોનેરુ હમ્પી?
ભારતીય ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ રવિવારે બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. તેણે ઈન્ડોનેશિયાની ઈરેન સુકંદરને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. હમ્પીએ અગાઉ 2019માં આ સ્પર્ધા જીતી હતી. ભારતની આ નંબર વન મહિલા ચેસ પ્લેયર ચીનની ઝુ વેનજુન પછી બીજી ખેલાડી બની જેણે આ ટાઇટલ એકથી વધુ વખત જીત્યું. આવું કરનાર તે ભારતની પ્રથમ મહિલા ચેસ ખેલાડી છે. કોનેરુનો જન્મ 31 માર્ચ 1987ના રોજ વિજયવાડા, આંધ્રપ્રદેશમાં થયો હતો. તેના પિતા અશોક કોનેરુ પણ ચેસ ખેલાડી છે. તે ઈચ્છતો હતો કે તેની પુત્રી પણ ચેસ રમે અને વિજેતા બને. આ જ કારણ છે કે તેણે પોતાની પુત્રીનું નામ પણ હમ્પી રાખ્યું છે, જેનો અર્થ વિજયી છે. હવે હમ્પીએ વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને પિતાનું સપનું પૂરું કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT