બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / 7 year old boy dies after seven heart attacks poisonous scorpion in shoes foot
ADVERTISEMENT
વીછીંએ ડંખ મારતા બાળકનુ થયુ મોત
બૂટમાં પગ નાખતા જ 7 વર્ષનો એક બાળક દુ:ખાવાથી તડપી ઉઠ્યો. હળબળીમાં પરિવારજનો બાળકને હોસ્પિટલ લઇ ગયા. પરંતુ તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં. હોસ્પિટલમાં જ બાળકને એક પછી એક 7 વખત હાર્ટ એટેક આવ્યો અને છેલ્લે તેનુ મોત થયુ. જણાવવામાં આવ્યું કે બાળકનુ મોત વિશ્વના સૌથી ઝેરીલા વીછીંના ડંખ મારવાથી થયુ છે, જે તેના બૂટમાં છુપાયેલો હતો.
ADVERTISEMENT

બાળકની માંએ બૂટને ચેક કર્યા ત્યારે મામલો સમજાયો
ADVERTISEMENT
ધ મિરર મુજબ, ઘટના બ્રાઝીલના સાઓ પાઉલો શહેરની છે. જ્યાં ગત 23 ઓક્ટોબરે 7 વર્ષનો લુઇજ મિગુએલ તેના પરિવારની સાથે બહાર જવા માટે તૈયાર થતો હતો. પરંતુ બાળકે જેવો પગ પોતાના બૂટમાં નાખ્યો કે તરત કોઈએ ડંખ માર્યો તેવો અહેસાસ બાળકને થયો. લુઇજને ખૂબ દુ:ખાવો થયો અને તે તડપવા લાગ્યો. જેને જોઇને લુઇજની 44 વર્ષની માં એન્જેલિતા ગભરાઈ ગઇ. લુઇજનો પગ લાલ થઇ ગયો હતો. એન્જેલિતાએ આજુબાજુ જોયુ, પરંતુ કોઈ જીવ દેખાયો નહીં. પરંતુ જ્યારે બૂટને ચેક કર્યા તો આખો મામલો સમજમાં આવી ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.