બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પનું વલણ બદલાયો, કહ્યું- યુક્રેન તમામ કબજે કરેલા પ્રદેશ પાછા લઈ શકે !

વિવાદ / યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પનું વલણ બદલાયો, કહ્યું- યુક્રેન તમામ કબજે કરેલા પ્રદેશ પાછા લઈ શકે !

Nidhi Panchal

Last Updated: 07:19 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું ટ્રમ્પનો નવો વલણ યુદ્ધને બદલી દેશે? ન્યુ યોર્કથી આવેલા નિવેદન બાદ રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો વળાંક?

ન્યુ યોર્કમાં મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બાજુમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું નિવેદન આપ્યું છે જે વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. ટ્રમ્પે પહેલી વાર ખુલ્લેઆમ કહ્યું કે યુક્રેન 2014 થી રશિયા દ્વારા કબજે કરાયેલા બધા જ પ્રદેશો પાછા મેળવી શકે છે. આ સાથે તેમણે નાટો વિશે કડક શબ્દોમાં કહ્યું કે જો રશિયન વિમાન NATOના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે, તો તેને ગોળી મારી દેવી જોઈએ.

trump-simple

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુરોપમાં તણાવ વધી રહ્યો છે અને રશિયા-યુક્રેન યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે. અત્યાર સુધી ટ્રમ્પે ઘણી વાર સંકેત આપ્યો હતો કે કદાચ યુક્રેનને યુદ્ધ સમાપ્ત કરવા માટે પોતાનો થોડો વિસ્તાર ગુમાવવો પડી શકે. પરંતુ પહેલી વાર તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુક્રેન પોતાની મૂળ સરહદો સુધી પાછું જઈ શકે છે. આ તેમના વલણમાં મોટો ફેરફાર માનવામાં આવે છે.

Trump-Zelensky-meeting

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લાંબી પોસ્ટ લખી. તેમાં તેમણે કહ્યું કે હવે તેમને રશિયા-યુક્રેન પરિસ્થિતિની વધુ સારી સમજ છે. તેમના મતે, યુરોપિયન યુનિયન અને NATOની મદદથી યુક્રેન પોતાના મૂળ સ્વરૂપમાં પરત આવી શકે છે. તેમણે રશિયા પર ટીકાક્ષેપ કરતા કહ્યું કે યુદ્ધ તેને ખૂબ મોંઘું પડી રહ્યું છે, તે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ રહ્યું છે અને તેની છબી "કાગળના વાઘ" જેવી થઈ ગઈ છે.

app promo4

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટ્રમ્પની ટિપ્પણીને “મોટો ફેરફાર” ગણાવ્યો અને કહ્યું કે આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ઝેલેન્સકીએ ઉમેર્યું કે તેમણે ટ્રમ્પને યુદ્ધની તાજેતરની સ્થિતિ સમજાવી હતી અને ટ્રમ્પ તેમના વિચારો સાથે સંમત થયા હતા. તેમ છતાં, અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ અલગ મત આપ્યો. તેમણે UN સુરક્ષા પરિષદમાં કહ્યું કે આ યુદ્ધ લશ્કરી રીતે નહીં, પરંતુ વાટાઘાટોથી જ સમાપ્ત થશે. જો શાંતિપૂર્ણ ઉકેલ ન મળ્યો તો તે સમગ્ર વિશ્વ માટે ખતરનાક બની શકે છે.

આ પણ વાંચો : 'ભારત દુનિયામાં ચાલી રહેલા યુદ્ધોનો અંત લાવી શકે છે...', જ્યોર્જિયા મેલોનીનું મોટું નિવેદન

આ દરમિયાન NATOના નેતાઓ સાવધન છે. NATO સેક્રેટરી જનરલ માર્ક રુટેએ કહ્યું કે રશિયન વિમાનને તોડી પાડવાનો નિર્ણય તાત્કાલિક ખતરાના મૂલ્યાંકન પર આધારિત રહેશે. ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ હવે યુક્રેન માટે વધુ સખત વલણ અપનાવી રહ્યા છે. પરંતુ હજી પણ એક મોટો સવાલ ઉભો છે – શું અમેરિકા ખરેખર યુક્રેનને વધુ લશ્કરી કે આર્થિક મદદ કરશે કે નહીં?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ukraine War Russia Donald Trump
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ